કોર્ટે વડોદરા બોટ અકસ્માતના રિપોર્ટને ફગાવ્યો, આ બધું કમિશનરને બચાવવા માટે...

PC: navbharattimes.indiatimes.com

વડોદરામાં બોટ અકસ્માતને લઈને ગુજરાત સરકારને મોટો આંચકો લાગ્યો છે. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટને ફગાવી દીધો હતો. કોર્ટે તેને ફગાવી દીધો અને પૂછ્યું કે, શું પ્રિન્સિપલ સેક્રેટરી એવું કહેવા માગે છે કે કંઈ ખોટું થયું નથી?

રાજકોટ આગની ઘટનાની તપાસમાં ફસાયેલી ગુજરાત સરકારને વડોદરા હરણીની બોટ પલટવાની ઘટના પર હાઈકોર્ટે ફટકાર લગાવી છે. રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટને કોર્ટે ફગાવી દીધો હતો. હાઈકોર્ટનું વલણ જોઈને રાજ્ય સરકારના એડવોકેટ જનરલે તાત્કાલિક રિપોર્ટ પાછો ખેંચી લીધો હતો. આ વર્ષની શરૂઆતમાં 18 જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવમાં એક બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો સાથે બે શિક્ષકોના મોત થયા હતા. આ મુદ્દે સુનાવણી દરમિયાન જ્યારે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં આ અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ત્યારે હાઈકોર્ટે પૂછ્યું કે આ રિપોર્ટ એક વાર્તાની જેમ તૈયાર કરવામાં આવ્યો છે.

રાજકોટની જેમ ગુજરાત હાઈકોર્ટે હરણી બોટ અકસ્માતની ઘટના પર જાતે જ તપાસ હાથ પર લીધી હતી. ત્યાર પછીથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હાઈકોર્ટે રિપોર્ટ જોયા પછી કહ્યું કે એક વાર્તા જેવી રીતે લખાય છે તે રીતે રિપોર્ટ લખવામાં આવ્યો છે. હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે, તપાસ સમિતિનો રિપોર્ટ સાચો નથી. કોર્ટે પૂછ્યું કે, શું મુખ્ય સચિવ કહેવા એવું માંગે છે કે કંઈ ખોટું થયું નથી? જો એમ હોય તો આખી સિસ્ટમમાં ખામી છે. હાઈકોર્ટે ટિપ્પણી કરી કે, શું કમિશનરને બચાવવા માટે આ બધું થઈ રહ્યું છે? વડોદરામાં બોટ પલટી જવાની ઘટના પછી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહી કરવાની વાત કહેવામાં આવી હતી. જ્યારે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

વડોદરાની બોટ દુર્ઘટનામાં સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું બહાર આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી મળ્યા પછી ખાનગી પેઢી તળાવમાં બોટનું સંચાલન કરી રહી હતી. જ્યારે બોટ ડૂબી હતી ત્યારે તેમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા. 14ની ક્ષમતાવાળી બોટમાં 27 લોકો સવાર હતા. આ ઘટના પછી પોલીસે બોટનું સંચાલન કરતી પેઢી સામે દોષિત હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. વડોદરા હરણીની ઘટનામાં મહાનગરપાલિકાની ભૂમિકા પર ઘણા સવાલો ઉઠ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp