રૂપાલાના વિવાદની સાથે જીતુ વાઘાણીનો 2017નો વિરોધ પણ હવે ખુલ્યો
ગુજરાતના રાજકારણમાં અત્યારે પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદનનો મુદ્દો ભારે ચર્ચામાં છે ત્યારે જીતુ વાઘાણીનો વર્ષ 2017નો મુદ્દો પણ સામે આવી રહ્યો છે. રાજકારણના જાણકારોનું કહેવું છે કે શું રૂપાલાની સામે જે વિવાદ ઉભો થયો છે તેમાં જીતુ વાઘાણી જવાબદાર છે? કારણકે 2017માં ક્ષત્રિય સમાજ જીતુ વાઘાણીને કારણે દુભાયો હતો તે ફરી ઉછળી રહ્યો છે.
વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના દાનસંગ મોરી અને જીતુ વાઘાણી વચ્ચે ગોચરની જમીન પર બાંધકામના મુદ્દે વિવાદ ઉભો થયો હતો અને એવો આરોપ હતો કે જીતુ વાઘાણીએ દાનસંગ મોરીને ઘણા હેરાન કર્યા હતા. આ વાતથી ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો અને ભારે વિવાદ ઉભો થયો હતો. તે વખતે અમિત શાહે સમાધાન કરાવ્યું હતું, પણ સમાધાન હજુ પૂર્ણ રીતે પુરુ થયું નથી.
આ બાબતે તાજેતરમાં ભાવનગરમાં ક્ષત્રિય કરણી સમાજે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp