AM/NS Indiaનો ગુજરાત સરકારના 'વન પ્રહરી' પ્રોજેક્ટ માટે MoU

PC: Khabarchhe.com

વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો, આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ ગુજરાત સરકારના 'વન પ્રહરી' પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે, જે મુકેશભાઈ પટેલ, MOS ફોરેસ્ટ એન્ડ એન્વાયરોમેન્ટ, ક્લાઈમેટ ચેન્જ, વોટર રિસોર્સિસ એન્ડ વોટર સપ્લાય, ગુજરાત સરકાર દ્વારા વન સંસાધનોની સુરક્ષા માટેની એક પહેલ છે.

વન પ્રહરી એક દૂરંદેશી પહેલ છે, જેને રાષ્ટ્રના મહત્વના પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ વન સંસાધનોની સુરક્ષા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અને સક્રિય અભિગમને દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા વિઝન સાથે જોડાયેલો પ્રોજેક્ટ, જરૂરી માહિતીઓ ત્વરિત પ્રદાન કરીને વન સંરક્ષણમાં પરિવર્તન લાવવા માટે મહત્વપૂર્ણ રહેશે.

ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, વન પ્રહરી પ્રોજેક્ટ વન સંરક્ષણ માટેના પગલાંને વધારે છે અને રિયલ ટાઈમ મોનિટરીંગ એન્ડ મેનેજમેન્ટની સુવિધા આપે છે. આ પ્રોજેક્ટના હાર્દમાં ગરુડા મોડ્યુલ આવેલું છે, જે વાહનની એન્ટ્રી મોનિટરિંગ, સ્કેનિંગ અને ઇન્સ્ટન્ટ એલર્ટ શેરિંગ જેવી સુવિધાઓ સાથેની ખૂબ અગત્યની ટેકનોલોજી છે. આ નવીન પ્રણાલી આધુનિક ચેકપોસ્ટ, શંકાસ્પદ વાહનોનું ઝડપી ટ્રેકિંગ અને જંગલ સંબંધિત ગુનાઓની તપાસમાં મદદ કરે છે. સંરક્ષણ માટેના વધુ અસરકારક અભિગમને સુનિશ્ચિત કરવા માટે કાર્યક્ષમ વન પેટ્રોલિંગ અને વન્યજીવોના નિરીક્ષણ માટે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે.

વન પ્રહરી પ્રોજેક્ટ શરૂઆતના તબક્કામાં દક્ષિણ ગુજરાતના 8 ફોરેસ્ટ ચેકપોસ્ટ અને 6 જિલ્લાઓનું આધુનિકીકરણ કરશે. આ ઉપરાંત તેમાં વન સંરક્ષણ પગલાંને મજબૂત કરવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરોના સ્તરે અસરકારક નિર્ણય લેવા અને ઉપયોગ માટે ક્ષેત્ર-સ્તરની વ્યવસ્થાપન માહિતી પ્રણાલીના વિકાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટે તાપી જિલ્લામાં તેના પ્રાયોગિક તબક્કા દરમિયાન લાકડાની ચોરી જેવા પડકારોનો સફળતાપૂર્વક સામનો કરીને તેનું સમાધાન કર્યું છે. આ પહેલનો હેતુ માત્ર વન ગુનાઓનો સામનો કરવાનો નથી, પણ વન સંસાધનોની જાળવણી માટે સહયોગી અને તકનીકી રીતે અદ્યતન અભિગમ કેળવવાનો છે, તેમજ આવનારી પેઢીઓ માટે હરિયાળા અને પર્યાવરણની દ્રષ્ટિએ વધુ ટકાઉ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરવાનો છે.

આ MoU હસ્તાક્ષર પ્રસંગે મુકેશ પટેલ, MOS ફોરેસ્ટ એન્ડ એન્વાયર્નમેન્ટ, ક્લાઈમેટ ચેન્જ, વોટર રિસોર્સિસ એન્ડ વોટર સપ્લાય, ગુજરાત સરકાર, સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય, ચોર્યાસી, ડો. અનિલ મટુ, હેડ – હ્યુમન રિસોર્સિસ ઓપરેશન્સ, આઈઆર અને એડમિનિસ્ટ્રેશન, AM/NS India, સંતોષ મુંધડા, એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર – પ્રોજેક્ટ્સ, AM/NS India, હજીરા, ડૉ. કે. શશી કુમાર, મુખ્ય વન સંરક્ષક, સુરત, પુનીત નય્યર, નાયબ વન સંરક્ષક, તાપી, આનંદ કુમાર, નાયબ વન સંરક્ષક, સુરત હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp