ગુજરાતના હવામાન માટે અંબાલાલ પટેલે આ આગાહી કરી

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગામી 3 દિવસમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે. 10 માર્ચથી હવામાનમાં પલટો થશે અને પવનનો ફુંકાશે. પટેલે કહ્યું કે, ઉત્તર પર્વતીય પ્રદેશોની દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અસર જોવા મળશે.

અંબાલાલ પટેલે કહ્યુ કે, મધ્ય ગુજરાતમાં 20 કિ.મીની ઝડપે પવન ફુંકાશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 15થી 20 કિ,મીની ઝડપે અને કચ્છમાં 35થી 40 કિ.મીની ઝડપે પવન ફુંકાશે.

પટેલે કહ્યું કે,આગામી 18થી 20 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. એપ્રિલ અને મે મહિનામાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. 10થી 13 માર્ચ સુધી ગરમી પડશે અને એ પછી 19 તારીખ સુધી રાહત રહેશે. એ પછી ફરિ 20 માર્ચથી ગરમી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp