ઘરમાં મુકેલા ધાબળા અને ચારસા કાઢી રાખજો, કાતિલ ઠંડીની અંબાલાલ પટેલની આગાહી

PC: abplive.com

છેલ્લાં બે-ત્રણ દિવસથી ગુજરાતમાં વહેલી સવારે આહલાદક પવનનો અનુભવ જોવા મળી રહ્યો છે. એવું લાગે છે કે શિયાળાએ ગુજરાતમાં પગલાં માંડી દીધા છે. જો કે છેલ્લાં કેટલાંક દિવસથી બે મૌસમનો લોકોને અનુભવ થઇ રહ્યો છે. દિવસમાં ઉનાળા જેવી ગરમી અને સાંજ પડે એટલે ઠંડીનો વાયરો ચાલું થાય છે.

હવે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં હાડકા થિજવી દે તેવી કાતિલ ઠંડી પડશે.એટલે ઘરમાં જે સાચવીને ધાબળા, રજાઇ કે ચારસા રાખી મુક્યા હોય તે હવે કાઢવા માંડજો.

વરસાદના સમયે સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, શનિવારે ચંદ્રગ્રહણ છે. શરદ પૂર્ણિમાની રાત્રે જો ચંદ્રમાં શ્યામ વાદળોમાં ઢંકાયેલા રહેશે તો સમુદ્ધમાં વાવાઝોડીની શક્યતા રહેતી હોય છે. જેને લીધે હવામાનમાં પલટો આવી શકે.

પટેલે કહ્યુ કે આગામી નવેમ્બર મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં ચક્વાતો બનશે અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં પણ સક્રીય રહેશે. તો બીજી તરફ અરબ સાગરમાં પણ નવેમ્બરમાં હલચલ જોવા મળી શકે છે.

આગામી 5 નવેમ્બરથી 7 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં જે હલચલ થશે તેને કારણે લો પ્રેસર બનશે અને 16 થી 24 નવેમ્બર વચ્ચે ચક્રવાત બનશે જેને લીધે દક્ષિણયના પૂર્વીય તટો પર વાવાઝોડાની અસર થશે. જે દક્ષિણ ભારતમાં વરસાદ લાવશે.

તેમણે કહ્યુ કે હિમાચલ, કાશ્મીર પંજાહ- હરિયાણા અને રાજસ્થાનના કેટલાંક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષ થવાની પણ સંભાવના છે, જેના લીધે ગુજરાતમાં ઠંડી પડશે. દિવાળીના તહેવારોમાં તમને વહેલી સવારે ભારે ઠંડીનો અનુભવ થશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયશ રહેશે. મહત્ત્મ તાપમાન 32 ડિગ્રી રહેશે.

અંબાલાલ પટેલે આગળ કહ્યુ કે, આ વખતે અલનિનોની અસર છે જે માર્ચ મહિના સુધી રહેશે. તેમણે કહ્યું કે શરૂઆતનો શિયાળો હુંફાળો રહેશે. 22 ડિસેમ્બર પછી કાતિલ ઠંડી પડશે. જાન્યુઆરી મહિનો પણ ઠંડો રહેશે. ફેબ્રુઆરી મહિનામાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી જઇ શકે છે. ઉત્તર ગુજરાતાં 10 ડિગ્રી, કચ્છમાં 8 અને નલિયમાં 7 ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે.

પટેલે કહ્યુ કે ફેબ્રુઆરી મહિનામાં ઉભા પાક પર હિમ વર્ષાની કેવી અસર થાય છે તે જોવું પડશે. જો ઠંડી ન પડે તો ઘંઉનો પાક બરાબર ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp