Video: અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનાની આગાહી કરી દીધી, જાણો, ઠંડી પડશે કે ગરમી?

PC: abplive.com

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે કે ફેબ્રુઆરી મહિનાના બે સપ્તાહમાં ગરમી રહેશે કે ઠંડી? એ પહેલાં ગુજરાતના હવામાન વિભાગે શું કહ્યું છે તે જાણી લઇએ. હવામાન વિભાગનું કહેવું છે કે અત્યારે પવનની ગતિને કારણે ઠંડી જોવા મળી રહી છે, પરંતુ આગામી 3 દિવસમાં પવનની ગતિ બદલાશે અને ગરમી લાગશે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર પૃથ્વી તત્ત્વની રાશિમાં આવશે. જેને કારણે ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હીમવર્ષા થશે જેને કારણે ફેબ્રુઆરીના પહેલા અને બીજા સપ્તાહમાં કડકડતી ઠંડી પડશે. ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં 10 ડીગ્રી જેટલું લઘુત્તમ તાપમાન રહેશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે આ દિવસોમાં હીમવર્ષા થઇ શકે છે જેને કારણે ખેડુતોએ પીયત આપવાનું ચાલું રાખવું હિતાવહ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp