આગામી 3 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે: અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એપ્રિલ અને મે મહિનામાં કમોસમી વરસાદ, ગરમી અને જૂન મહિનામાં કઇ તારીખથી વરસાદ પડશે તેની આગાહી કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, ગુજરાતમાં 12 એપ્રિલથી 15 એપ્રિલમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. એ પછી 16 એપ્રિલથી ગુજરાતમાં તાપમાન વધશે અને કેટલીક જગ્યાએ તો 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. મે મહિનાના બીજા સપ્તાહમાં ફરી આંધી વટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે.
24મેથી 6 જૂન સુધી ગુજરાતમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 14 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો વિધીવત પ્રારંભ થશે અને આ વખતે ચોમાસું ઘણું સારું રહેશે. આ પહેલા હવામાનની આગાહી કરતી સંસ્થા સ્કાયમેટે પણ સારા ચોમાસાની આગાહી કરેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp