અંબાલાલ પટેલની વધુ એક આગાહી, એપ્રિલ અને મે મહિનામાં માર્ચથી વધારે પડશે માવઠું
ગુજરાતીઓ માટે માર્ચ મહિનો માવઠા અને વાદળવાળો હ્યો. આખા માર્ચ મહિનામાં વાદળછવાયું વાતાવરણ રહ્યું અને વરસાદ પડતો રહ્યો, પરંતુ જો તમે એવુ વિચારતા હોવ કે હવે એપ્રિલ મહિનો સારો જશે તો ભૂલી જજો. એપ્રિલ મહિનાલે લઇને પણ ખતરનાક આગાહી આવી ગઈ છે. એપ્રિલ-મે મહિનો પણ સુકો નહીં જાય. એપ્રિલ અને મે મહિનામાં વારંવાર પશ્ચિમી વિપેક્ષો આવતા રહેશે, જેને કારણે આ બંને મહિનામાં આંધી અને વંટોળ સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી સામે આવી છે. જો કે, તેના બાદ 7 મેથી ગુજરાતમાં ગરમી અનુભવાશે.
હવામાનના એક્સપર્ટ અંબાલાલ પટેલે આ મહિનાઓની આગાહી કરતા જણાવ્યું કે, 3 એપ્રિલથી રાજ્યના કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ગુજરાતના માથે ફરી માવઠાનું સંકટ આવશે. એપ્રિલ 23-30 સુધીમાં પણ માવઠાનું સંકટ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વારંવાર માવઠાનું સંકટ વધ્યું છે. 22-25 મે સુધીમાં આંધી-વંટોળ સાથે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં વારંવાર માવઠું થઈ રહ્યું છે. ક્યાંક વરસાદ, ક્યાંક આંધી-વંટોળ તો કોઈ ભાગોમાં કરા પડી રહ્યા છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, શુક્ર ગ્રહના રાશિ, નક્ષણ સંયોગ જોતા 3 એપ્રિલથી ગુજરાત અને સમગ્ર દેશમાં ફરીથી વાતાવરણમાં પલટો આવશે. વરસાદ આવતા વાતાવરણમાં વધઘટ થવાની શક્યતા છે. 5-6 એપ્રિલ દરમિયાન પવન અને વંટોળ રહેશે. 6-10 એપ્રિલ દરમિયાન ઉત્તર, મધ્ય ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં હવામાન પલટાશે. 15 એપ્રિલ સુધીમાં ગુજરાત-સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં આંધી, વંટોળ આવશે. અહી વરસાદ પણ નોંધાશે. 23-30 એપ્રિલ દરમિયાન ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. 2-25 મે સુધી આંધી, વંટોળ અને વરસાદની સંભાવના છે
આફ્રિકાના ઉત્તરે આવેલા ભૂમધ્ય સાગરમાં વંટોળ ઉદ્દભવતા રહે છે. આ કારણે દરિયા પર એકઠા થતા વાદળો, ભારતીય ઉપખંડના ઉત્તર પસ્ચિમ ભાગોમાં હિમાલયથી લઈને ગુજરાત સુધીના ભાગોમાં વિખેરાય છે. જેના કારણે વાતાવરણમાં પલટો આવે છે. આફ્રિકાના વંટોળ ભારતના વાતાવરણને ડિસ્ટર્બ કરે છે. તેથી આ દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદ પડશે આ 2023ના વર્ષે ચોમાસામાં 94-95 ટકા જ વરસાદ પડશે. હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરી છે. તેમણે એપ્રિલ અને મે મહિનામાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે.
કોણ છે અંબાલાલ પટેલ?
અંબાલાલ પટેલે 1980મા આગાહીની શરૂઆત કરી અને પછી વરસાદની આગાહીઓ સાચી પડવા લાગી ત્યારબાદ અંબાલાલનું નામ પણ ધીરે-ધીરે લોકોના હોઠ પર રમવા લાગ્યું. જોકે, આજે તો કોઈ એવું નહીં હોય જે અંબાલાલને ન ઓળખતું હોય. ત્યારબાદ અંબાલાલ ધીરે ધીરે ન્યૂઝ પેપરમાં પણ પોતાની આગાહીઓ લખતા થયા. અલગ-અલગ 15 ન્યૂઝ પેપરમાં તેમની આગાહીઓ છપાતી હતી. જેમાં સંદેશનું બપોરનું આવતું સેવક અખબાર, જનસત્તા, ગુજરાત સમાચાર, પ્રભાત, જયહિંદ, અંગેજી પેપર વગેરે અલગ-અલગ 15 ન્યૂઝ પેપરમાં ગુજરાતીઓ અંબાલાલ પટેલની આગાહીઓ વાંચતા હતા.
ત્યારબાદ અંબાલાલ પટેલે ઠંડી અને ગરમી વિશે પણ આગાહી કરવાનું શરૂઆત કરી અને 5 વર્ષ બાદ એટલે કે 1985થી અંબાલાલે વરસાદની સાથે સાથે ગરમી અને ઠંડીની આગાહીઓ કરવાનું પણ શરૂ કર્યું. 1980થી લઈને 2023 સુધી હજુ અંબાલાલની આગાહીઓ થતી આવી છે અને સાચી પણ પડતી આવી છે. અંબાલાલ કહે છે કે હજુ મારી અમુક આગાહીઓ ખોટી પડે છે જેના કારણે મારે વધારે અભ્યાસ કરવાની જરૂર છે અને હું કરતો પણ રહું છું.સરકાર પણ અંબાલાલ પટેલને ઘણી વખત આગાહી કરવા બોલાવતા, ન્યૂઝ ચેનલો વાળા પણ હાલમાં અંબાલાલ પટેલને આગાહી અંગે વારંવાર બાઈટ લેવા માટે પડાપડી કરતા હોય છે.
જ્યારે નોકરી ચાલું હતી ત્યારે અંબાલાલ પટેલે અનેક વખત સરકાર વતી આગાહી કરેલી છે. બિન અધિકૃત રીતે અંબાલાલે સરકારમાં ખુબ આગાહી કરી અને સેવા આપી છે. જ્યારે અમે સવાલ કર્યો કે જો હાલમાં સરકાર તમને હવામાન શાસ્ત્રી તરીકે નોકરી પર રાખે અથવા ઓફર કરે તો તમે જાઓ ખરા? ત્યારે અંબાલાલ કહે છે કે ના મારી કોઈ ઈચ્છા નથી અને હું જઈ શકું એવી હાલતમાં પણ નથી એ સરકાર પણ જાણે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp