અંબાલાલ પટેલની મોટી આગાહી- આગામી દિવસોમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે
અત્યારે ગુજરાતમાં શિયાળાની શરૂઆત અને ગરમીને કારણે બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. જેના કારણે લોકોમાં શરદી અને કફની બીમારી જોવા મળી રહી છે. આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન સૂકુ રહેવાની સંભાવનાના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલની આગાહી મુજબ, 12 નવેમ્બર પછી પણ અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને લો પ્રેશર બનશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ કે, આગામી દિવસોમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ થશે. તારીખ 8-12 નવેમ્બર સુધી દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ જોવા મળશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધીમાં કમૌસમી વરસાદની સંભાવના રહેશે. તેની અસર ગુજરાતના અમુક ભાગોમાં થવાની સંભાવના રહેશે. ઉતર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાદળો આવી શકે છે અને ઝરમર વરસાદ પડવાની સંભાવના રહેશે.
એ સાથે જ તેમણે જણાવ્યું છે કે, 12 નવેમ્બર બાદ પણ અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે જેના કારણે લો પ્રેશર બનશે. બંગાળાના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. 12 નવેમ્બર પછી વધુ હલચલ જોવા મળશે. 14-16 નવેમ્બરના વાવાઝોડું સક્રિય થવાની સંભાવના રહેશે. આ ચક્રવાતો ડિસેમ્બરની શરુઆત સુધી રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે જણાવ્યુ કે, બંગાળાના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળછવાયુ વાતાવરણ જોવા મળશે.
શિયાળામાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા જશે. આ વેસ્ટન ડિસ્ટર્બન્સ ડિસેમ્બરમાં આવશે. 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે, જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. આ સાથે જ ઠંડી બાબતે જણાવ્યું કે, ફેબ્રુઆરીની શરુઆતમાં પણ ઠંડી પડવાની સંભાવના રહેશે. 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડશે. ડિસેમ્બરના અંત સુધી એક પછી એક સિસ્ટમ સક્રિય રહેશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવતા રહેશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે.
અમદાવાદ હવામાન ખાતાની આગાહી મુજબ, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, પરંતુ તેની અસર ગુજરાત પર નહીં થાય. એકાદ ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે. સામાન્ય રીતે ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થતો હોય છે. તો હાલમાં પાંચ દિવસ વરસાદની પણ કોઇ આગાહી કરવામાં આવી નથી. આ સાથે તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1-7 ડિગ્રી વઘુ નોંધાઇ રહ્યું છે. જેના કારણે શિયાળાની ઠંડીનો અનુભવ થઇ રહ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp