અંબાલાલની મોટી આગાહી- દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં આ તારીખ સુધી પડશે વરસાદ
ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આ દરમિયાન ફરી એક વખત હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલની આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ ગુજરાતમાં મુશળધાર વરસાદ લાવશે. તે સાથે 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પડે તેવી સંભાવના છે. જેમાં ખાસ કરીને જુનાગઢ, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 7 ઇંચથી વધુ વરસાદ પડે તેવી સંભાવના છે.
તેની સાથે જ જામનગરના વિસ્તારોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે. તો ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની પડવાની સંભાવના વ્યક્ત કરી છે. 26 અને 30 જુલાઈના રોજ બંગાળના ઉપસાગર સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ઑગસ્ટ મહિનામાં રાજ્યના ભિન્ન-ભિન્ન વિસ્તારોમાં વરસાદ ભારે વરસાદ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને જાણે બાનમાં લીધું હોય તેમ વરસી રહ્યો છે, જેથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તેની સાથે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી મહિને એટલે કે ઑગસ્ટમાં પણ રાજ્યના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વલસાડ, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવાનાન વિભાગના જણાવ્યા મુજબ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબીમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. રવિવારે સાંબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની પણ સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp