અંબાલાલ પટેલની આગાહી,આ તારીખે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે

PC: twitter.com

જૂન મહિનામાં ગુજરાતમા લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. આકાશમાંથી અગન ગોળા વરસતા હોય તેવી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, તેવા સમયે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે લોકોને રાહત થાય તેવી આગાહી કરી છે. તેમણે કહ્યું છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ તારીખે વરસાદ પડશે. અંબાલાલ પટેલે વરસાદનું કારણ પણ જણાવ્યું છે.

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું થે કે, નૈરૂત્યનું ચોમાસું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ ચોમાસું 10 જૂને, સોમવારે મુંબઇ આવી પહોંચશે. મુંબઇના દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

પટેલે જણાવ્યું કે આ સાથે 12 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમા પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેમણે કહ્યુ કે, 21 જૂનની આસપાસ બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનશે. અરબ સાગરમાં અને દેશના જમીનના જુદા જુદા ભાગોમાં પણ લો પ્રેસર બનશે.

અંબાલાલ પટેલે કહ્યુ કે અરબ સાગરના લો પ્રેસરને કારણે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં જે વહન આવશે તે એક બીજા સાથે અથડાશે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. તેમણે કહ્યું કે, ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 21 જૂન પછીનું ચોમાસું ભેજવાળું બનશે, એમ પણ તેમણે કહ્યું હતું.

તો બીજી તરફ ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 4 દિવસ પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવો વરસાદ પડી શકે છે. પાંચમા દિવસે સૌરાષ્ટ્ર અને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી,વલસાડ, તાપી,દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ પડશે.સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ, બોટાજ, દીવમાં સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગે કહ્યું છે કે, 9 જૂનથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે 30થી 40 કિ.મીની ઝડપે પવન ફુંકાવવાની પણ શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp