અંબાલાલ પટેલે એપ્રિલ મહિનાની જે આગાહી કરી છે તે ચિંતા ઉભી કરનારી છે

PC: jagran.com

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એપ્રિલ મહિના માટે જે આગાહી કરી છે તે ચિંતા ઉભી કરનારી છે. તેમણે કહ્યું છે કે એપ્રિલમાં જોરદાર પવનો પણ ફુંકાશે અને તાપમાનનો પારો પણ ઉંચો રહેશે.કાળઝાળ ગરમી પડશે.

પટેલે કહ્યું ચે કે પ્રી મોન્સુન એક્ટીવીટી અને વેસ્ર્ટન ડીસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો આવશે. એપ્રિલના પહેલા સપ્તાહમાં એ પછી 12 અને 14 એપ્રિલ અને 24થી 26 એપ્રિલ ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને એવા પવન ફુંકાશે કે કાચા મકાનોના પતરાં ઉડી જશે.

એપ્રિલમાં કાલ વૈશાખીનો અનુભવ થશે, જેમાં માર્ચના મધ્યથી જૂનના મધ્ય સુધી ગરમ પવન ફુંકાઇ છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 43-44 ડિગ્રી સુધી પહોંચશે એમ અંબાલાલ પટેલે કહ્યું છે. અત્યારે જ લોકો ગરમીમાં શેકાઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp