શું UPમાં ફેરબદલની ચર્ચા વચ્ચે ગુજરાતામાં પણ સંગઠન સરકારમાં મોટું ઓપરેશન થશે

PC: indiatoday.in

ઉત્તર પ્રદેશમાં અત્યારે મોટો ફેરબદલની ચર્ચા ચાલી રહી છે તેની સાથે ગુજરાતમાં પણ હવે નજીકના દિવસોમાં મોટું ઓપરેશન સરકાર અને સંગઠનમાં હાથ ધરાશે એવું જાણવા મળ્યું છે. એની પાછળ 8 કારણો છે. એક તો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ દુર્ઘટના અને રાજકોટ ગેમઝોન આગ. આવી મોટી ઘટનાઓને કારણે ભાજપનો ફજેતો થયો, પાલિકા, મહાનગર પાલિકાઓના અધિકારીઓના ભ્રષ્ટ્રાચાર સામે આવી રહ્યા છે, છતા સરકારે કોઇ મોટા એક્શન લીધા નથી. અધિકારીઓ જ સરકાર ચલાવે છે તેવી એક ઇમેજ છે.સરકાર અને સંગઠન વચ્ચે કોઇ સમન્વય નથી.બનાસકાંઠામાં ભાજપે એક સીટ ગુમાવવી પડી.કોંગ્રેસના રાજકોટ બંધને સારી સફળતા મળી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પડકાર ફેંકેલો છે કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવીશું. પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે જમીન તૈયાર કરવા માંડી છે અને આ ચૂંટણીમાં પહેલીવાર OBC અનામત લાગૂ થવાનું છે ત્યારે સરકારને ડર છે કે OBC હાવી ન થઇ જાય. જેમનું વર્ચસ્વ પંચાયતની ચૂંટણી રહેશે તેનો હાથ વિધાનસભાની ચૂંટણીમાં ઉપર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp