રૂપાલાએ રંગેચંગે ફોર્મ ભરી દીધું, શક્તિ પ્રદર્શન પણ કર્યું

PC: indianexpress.com

ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ પછી BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી નોંધાવી છે. જાગનાથ મંદિરથી પદયાત્રા કર્યા પછી રૂપાલાએ પૂર્વ CM વિજય રૂપાણીની હાજરીમાં વિજય સંકલ્પ રેલીને સંબોધી હતી. આ પછી રૂપાલાએ કલેક્ટર કચેરીએ પહોંચીને ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે. BJPના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા પહેલા પૂર્વ CM વિજય રૂપાણીએ રૂપાલાને સૌથી વધુ માર્જિનથી જીતાડવા અપીલ કરી હતી.

વિજય સંકલ્પ રેલીને સંબોધતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, તેમણે ક્ષત્રિય સમાજને સાથે આવવા અપીલ કરી હતી. રૂપાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર ક્ષત્રિય સમાજને પણ વિનંતી છે કે, અમને તમારા સહકારની જરૂર છે. રૂપાલાએ પોતાના સંબોધનની શરૂઆત રામ-રામ અને ભારત માતા કી જયના નારા સાથે કરી હતી. રૂપાલાએ વિજય સંકલ્પ રેલીમાં મોટી સંખ્યામાં આવેલા કાર્યકરો અને નાગરિકો સાથે શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થશે. રાજકોટ બેઠક BJPને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ પર અડગ છે. 15 એપ્રિલની રાત્રે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક નિષ્ફળ ગઈ હતી. જેમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ સ્પષ્ટતા કરી હતી કે, અમે આ પ્રશ્નનો ઉકેલ લાવીશું નહીં. અમારી એક જ માંગ છે કે, BJP રૂપાલાની ટિકિટ રદ કરે. કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી શક્તિશાળી નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. ધાનાણીએ 2002માં રૂપાલાને હરાવ્યા હતા. તે હાર પછી રૂપાલા 22 વર્ષ પછી ચૂંટણી લડી રહ્યા છે.

રૂપાલાએ રાજકોટમાંથી ઉમેદવારી નોંધાવ્યા પછી સવાલ ઉઠી રહ્યો છે કે, BJP હવે ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશે? અત્યાર સુધી પાર્ટીએ પોતાના સ્તરે ટિકિટ રદ્દ કરવી પડતી હતી. જો BJP ક્ષત્રિયોની માંગણી મુજબ રૂપાલાને હટાવે તો ટિકિટ પાછી ખેંચવા માટે ઉમેદવારી પાછી ખેંચવી પડશે. રૂપાલાના નામાંકન પછી પીછેહઠનો બહુ ઓછો અવકાશ બચ્યો છે. આવી સ્થિતિમાં રાજકોટની ધરતી પર 22 વર્ષ પછી પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચેની લડાઈની આશા વધી ગઈ છે. પરેશ ધાનાણી 18 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. ગુજરાતમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. 20 એપ્રિલે નામાંકન પત્રોની ચકાસણી થશે અને 22 એપ્રિલ સુધીમાં નામો પરત ખેંચી શકાશે. અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે 19મી એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp