અમિત શાહ ગુજરાતની ઘટનાનો ઉલ્લેખ કરતા બોલ્યા- કોંગ્રેસે CBIના માધ્યમથી જેલમાં..
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે એ ઘટનાનો ઉલ્લેખ કર્યો, જેના પર મોટા ભાગે તેઓ મૌન રહે છે. અમિત શાહે સોહરાબુદ્દીન શેખ એનકાઉન્ટર કેસનું નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહાર કર્યો. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે CBIના માધ્યમથી તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો અને જેલમાં નાખી દીધો. ત્યારબાદ તેઓ એક મંત્રીથી સીધા કેદી બની ગયા. એવામાં એક કોંગ્રેસના પૂર્વ મહાસચિવ નિરુપમ નાનાવટી તેમનો સાથે આપવા માટે આગળ આવ્યા. નાનાવટી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હોવા છતા તેમની સાથે ઊભા રહ્યા અને કેસ જીતવામાં તેમની મદદ કરી.
અમિત શાહે આ વાતો દિવ્યકાન્ત નાનાવટીની જન્મશતિના અવસર પર આયોજિત સમારોહમાં કહી. ઉલ્લેખનીય છે કે નિરુપમ નાનાવટી ગુજરાતના ટોપ વકીલોમાંથી એક અને દિવ્યકાંત નાનાવતીના પુત્ર છે. અમિત શાહે દિવ્યકાન્ત નાનાવટી પર લખવામાં આવેલા લેખોના સંકલનનું વિમોચન કર્યું. અમિત શાહે વર્ષ 1950ના દશકમાં જૂનાગઢમાં એક કાઉન્સિલર અને સ્થાનિક નગરપાલિકાના અધ્યક્ષના રૂપમાં અને જૂનાગઢથી બે વખત વર્ષ 1962 અને પછી વર્ષ 1972માં વિધાનસભાના ચૂંટાયેલા સભ્યના રૂપમાં નાનાવટીના યોગદાન માટે તેમના વખાણ કર્યા.
ગૃહ મંત્રી અમિત શાહે નાનાવટીના પુત્ર અને હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ નાનાવતીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે CBI કેસમાં જેલ જવા પર શાહના વ્યકિલના રૂપમાં પણ કામ કર્યું હતું. શાહે વર્ષ 2010ની ઘટનાને યાદ કરી. જ્યારે તેમણે સોહરાબુદ્દીન શેખ કથિત નકલી ઘર્ષણ કેસમાં તપાસ એજન્સીએ ધરપકડ કરી હતી. સમારોહમાં શાહે કહ્યું કે, કોંગ્રેસે મારી વિરુદ્ધ CBIના માધ્યમથી કેસ નોંધાવ્યો અને મને જેલમાં નાખી દીધો. જાહેર છે કે મારા માટે મુશ્કેલ સમય હતો. હું 5 મિનિટ અગાઉ જેલ મંત્રી હતો અને 5 મિનિટ બાદ હું જેલમાં કેદીઓમાંથી એક હતો.
અમિત શાહે કહ્યું કે, કદાચ જ કોઇની એવી હાલત થઈ હતી. તેમની ધરપકડ બાદ શાહે કહ્યું કે, તેઓ નિરુપમ જ હતા જેમણે તુલસીરામ પ્રજાપતિના કથિત નકલી ઘર્ષણ સહિત 2 ઘર્ષણના કેસોમાં તેમનો બચાવ કરવામાં મદદ કરી. તેમની ધરપકડ બાદ કેટલાક વકીલ મિત્ર ગુજરાતના સારા વકીલોના નામો પર ચર્ચા કરી રહ્યા હતા, જે ગુનાહિત કાયદો જાણતા હતા. સ્વાભાવિક રૂપે નિરૂપમભાઈનું નામ ચર્ચામાં આવ્યું, પરંતુ અમારમાંથી 2-3 લોકો, જે તેમના પર ચર્ચા કરી રહ્યા હતા તેમણે વિચાર્યું કે નિરૂપમભાઈ કોંગ્રેસના મહાસચિવ રહી ચૂક્યા છે. કોંગ્રેસ નેતા રહ્યા છે અને તેમનું બેકગ્રાઉન્ડ પણ કોંગ્રેસનું છે. શું તેઓ કેસ લડશે? બધાએ નકારાત્મક પ્રતિક્રિયા આપી.
તેમણે આગળ કહ્યું કે, મારા મને પણ કહ્યું કે, તેઓ એમ નહીં કરે, પરંતુ પછી મેં વિચાર્યું કે પૂછપરછ કરવામાં શું ખોટું છે? મેં વિચાર્યું કે તેમણે પૂછવું જોઈએ. એટલે એક મિત્રએ મારી તરફથી તેમની સાથે વાત કરી અને અમને આશ્ચર્ય થયું કે નિરૂપમભાઈ કેસ લડવા માટે તૈયાર થઈ ગયા. ન માત્ર તેઓ સહમત થયા, પરંતુ તેમણે કેસ લડ્યો અને સુપ્રીમ કોર્ટમાં જીત હાંસલ કરવામાં મદદ કરી. નિરુપમ તેમનો કેસ લડવા માટે રાજી થયા કેમ કે એક કોંગ્રેસી હોવાના સંબંધે નિરુપમ જાણતા હતા કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.
શાહે કહ્યું કે, હું દિલ્હીની એ હોટલનું નામ ભૂલી રહ્યો છું, જ્યાં અમે ભોજન કરી રહ્યા હતા અને મેં કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે, મને ખબર છે કોંગ્રેસમાં મારા મિત્રોએ તમને ફસાવ્યા છે. આ જ કારણ છે કે હું કેસ લડી રહ્યો છું. જ્યારે તેમની સાથે મંચ પર બેઠા નિરૂપમે જોયું.
શું છે એ મામલો?
જુલાઇ 2010માં ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખના કથિત નકલી ઘર્ષણ કેસમાં CBIએ શાહની ધરપકડ કરી હતી. શાહે પોતાની ધરપકડના થોડા દિવસ અગાઉ મોદીના નેતૃત્વવાળી ગુજરાત સરકારમાં ગૃહ મંત્રીનું પદ છોડ્યું હતું. તેમના પર આ કેસમાં હત્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેમના પર તુલસીરામ પ્રજાપતિની કથિત નકલી ઘર્ષણનો આરોપ લગાવવામાં આવ્યો. જે CBI મુજબ સોહરાબુદ્દીનની ઘર્ષણના સાક્ષી હતા. ડિસેમ્બર 2014માં મુંબઈની વિશેષ CBI કોર્ટે શાહને આ કેસમાં મુક્ત કરી દીધા હતા. કોર્ટે નિર્ણય સંભળાવ્યો કે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp