અમરેલીની શાંતાબા હૉસ્પિટલ ફરી વિવાદમાં,દર્દીઓને ઇન્જેક્શન અને બોટલ ચઢાવ્યા બાદ..

PC: gujaratsamachar.com

અમરેલીની શાંતાબા હૉસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી ગઇ છે. અગાઉ આ જ હૉસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારીથી 5 જેટલા લોકોને અંધાપો આવી ગયો હતો. અંધાપાકાંડથી બદનામ થયા બાદ આ હૉસ્પિટલમાં હવે 15 દર્દીઓને ઈન્જેક્શન અને બોટલ ચઢાવ્યા બાદ રીએક્શનની ફરિયાદ સામે આવી છે. દર્દીઓએ ઠંડી લાગવાની ફરિયાદ કરી હતી. હાલમાં તમામ દર્દીઓની સ્થિતિ સારી થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હૉસ્પિટલના ડૉક્ટરે ઘટનાની તપાસ કરાવવાની ખાતરી આપી છે.

તેમણે જણાવ્યુ છે કે, ઘટનાની તપાસ કરવામાં આવશે અને સેમ્પલ આરોગ્ય વિભાગને મોકલી આપવામાં આવશે. હાલ તમામ દર્દીઓની સ્થિતિ સારી છે અને મોટા ભાગના દર્દીઓને તબિયત સારી થઈ જતા ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત મોડી રાત્રે વિભિન્ન બીમારીના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, એ દરમિયાન દર્દીઓને ઇન્જેક્શન અને દવાની બોટલ ચઢાવવામાં આવી હતી, જેનાથી દર્દીઓને આડ અસર થવા લાગતા દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જેવું દર્દીઓને આડ અસર થતા શરીરમાં કંપારી છૂટવા લાગી હતી. શરીર ઠંડુ પડવા લાગ્યું હતું, ત્યારબાદ દર્દીઓના સગા-સંબંધીઓએ હોબાળો મચાવી દીધો હતો. ફરજ બજાવી રહેલા ડૉક્ટર સામે રોષ વ્યકત કરવામાં આવ્યો હતો.

અમરેલી શાંતાબા સિવિલ હૉસ્પિટલ ખાનગી ટ્રસ્ટ સંભાળી રહ્યું છે. અહીં અમરેલી અને ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓ સારવાર લેવા આવે છે. હૉસ્પિટલમાં ટાઈફોડ, મેલેરિયા સહિતના દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. રાત્રે 3 ઇન્જેક્શનનો આપ્યા અને બોટલ ચઢાવતા દર્દીઓને અજૂગતું લાગવા માડ્યું હતું. શરીરમાં કંપારી છૂટવા લાગી હતી અને શ્વાસ રૂંધાવા લાગ્યા હતા, જેથી દર્દીઓની વધુ સારવાર હાથ ધરવામાં આવી હતી. દર્દીઓ અને તેમના સગા-સંબંધી મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, રીએક્શન આવેલા કેટલાક દર્દીઓ હજુ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને કેટલાકને દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.

સામાન્ય રીતે દર્દીઓને તાસીર પ્રમાણે દવાઓની આડ અસર થતી હોય છે, પરંતુ 15 જેટલા દર્દીઓને એક સાથે આડ અસર થતા ક્યાંકને ક્યાંક ડૉક્ટરોની બેદરકારી ગણી શકાય છે. અંધાપા કાંડમાં પણ આજ હૉસ્પિટલમાં ઓપરેશન કરાવેલા દર્દીઓને પોતાની આંખની રોશની ડૉક્ટરની બેદરકારીને કારણે ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે દર્દીઓને આપવામાં આવતી દવાઓમાં કોઈ ફેરફાર હતો કે અન્ય દવા આપવામાં આવી હતી તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. મોડી રાત્રે એક સાથે 15 દર્દીઓને આડ અસર થતા દર્દીઓ અને તેમના સગાઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

અમરેલી સિવિલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા 15 જેટલા દર્દીઓને ઇન્જેક્શન અને દવાના બોટલો ચડાવતા આડ અસર થવા લાગી હતું. ત્યારે સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સીરિયસ રીએક્શન ન હોવાનું રટણ કરી રહ્યા છે. સામાન્ય આડ અસર ગણાવી રહ્યા છે. આડ અસરની સામન્ય અસર થતા ઇન્જેક્શન અને બોટલો ચઢાવવાનું બંધ કરી દીધુ હતું. દર્દીઓને અપાયેલી દવાઓના સેમ્પલ FSLમાં તપાસમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અમરેલી શાંતા સિવિલ હૉસ્પિટલમાં થોડા સમય પહેલા અંધાપો કાંડ સર્જાયો હતો.

ત્યારે વધુ એક ઇન્જેક્શન કાંડ સામે આવ્યો છે સિવિલ હૉસ્પિટલના સત્તાધીશ સામન્ય આડ અસર હોવાનું રટણ કરી રહ્યા છે ત્યારે ઉચ્ચ કક્ષાની તપાસ કરવામાં આવશે તો સાચું તથ્ય સામે આવશે. શાંતાબા સિવિલ હૉસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.આર.એમ. જીત્યા અને ડૉ.વિજયવાળાએ જણાવ્યું હતું કે, 15 મહિલા દર્દીઓને આડ અસર થઇ હતી. દર્દીઓને કયા ઈન્જેક્શનથી આડ અસર થઇ તેની તપાસ હાથ ધરવામાં આવી છે તથા ઈન્જેક્શનના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંધાપા કાંડ બાદ શાંતાબા સિવિલ હૉસ્પિટલમાં ફરી એક વધુ બેદરકારીની ઘટના બહાર આવતા ચર્ચા થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp