વડોદરામાં એવા બેનરો લાગ્યા કે પોલીસ દોડતી થઈ ગઈ
લોકસભા 2024ની ચૂંટણી માટે ગુજરાતમાં 12 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઇ છે અને 19 એપ્રિલ સુધી ફોર્મ ભરાવવાના છે. આ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે વડોદારના માંજલપુર વિસ્તારમાં રૂપાલા વિવાદમાં ભાજપની વિરુદ્ધમાં બેનરો લાગતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. ક્ષત્રિય સમાજના નારાજ લોકો બેનરો લગાવી રહ્યા છે.
જાણવા મળેલી માહિતી મુજબ વડોદારાના માંજલપુરમાં શુક્રવારે રાત્રે બેનરો લાગ્યા હતા, જેમાં લખ્યું હતું કે જ્યાં સુધી પરષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં ન આવે ત્યાં સુધી ભાજપના કોઇ પણ કાર્યકરો કે આગેવાનોએ આ વિસ્તારમાં પગ મુકવો નહીં. 23 માર્ચ 2023ના દિવસે પરષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેનાથી ક્ષત્રિય સમાજ નારાજ થયો છે. આ પહેલાં પણ સુરેન્દ્ર નગર, નર્મદા જિલ્લો એવી અનેક જગ્યાએ ભાજપની વિરુદ્ધ બેનરો લાગી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp