અનંત અંબાણી-રાધિકાના પ્રી-વેડિંગમાં જામનગર આવશે ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને...

PC: Khabarchhe.com

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનો પ્રી-વેડિંગ કાર્યક્રમ 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં થવાનો છે. આના માટે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. જાણવા મળેલી માહિતી મુજબ અનંત અંબાણી-રાધિકા મરચન્ટના પ્રી-વેડિંગમાં દુનિયાભરની જાણીતી હસ્તીઓ સામેલ થવાની છે. 3 દિવસ જુદી જુદી થીમ પણ રાખવામાં આવી છે અને સંગીતનો ભવ્ય જલસો પણ થવાનો છે. અંબાણી પરિવારનો આ શુભ પ્રસંગ ગુજરાતમાં એક યાદગાર પ્રસંગ બનીને રહેશે.

મુકેશ અંબાણીના પુત્રના લગ્ન 12 જુલાઇના દિવસે આયોજિત થયા છે, પરંતુ એ પહેલાં 3 દિવસનો ભવ્ય પ્રી-વેડિંગ કાર્યક્રમ જામનગરમાં રિલાયન્સ ગ્રીનમાં રાખવામાં આવ્યો છે. અનંત અને રાધિકાની સગાઇ ડિસેમ્બરમાં શ્રીનાથજી મંદિરમાં કરવામાં આવી હતી.

1થી 3 માર્ચ જામનગરમાં યોજાનારા કાર્યક્રમના ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, ડિઝનીના CEO બોબ ઇગ્નર, બ્લેક રોકના CEO લેરી ફિન્ક, ટેડ પીકના CEO મોર્ગન સ્ટેન્લી, એડોબના CEO શાંતનુ નારાયણ, અમેરિકાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પ, એડનોકના CEO સુલતાન અહમદ અલ જાબેર સહિતના અનેક મહાનુભાવો હાજર રહેવાના છે.

આ પ્રી-વેડિંગમાં મહેમાનોને ભારતીય ભોજનનો સ્વાદ માણવા મળશે, સાથે ભારતીય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. અનંત-રાધિકાના પ્રી-વેડીંગના કાર્યક્રમમાં આવનારા મહેમાનોને કચ્છ અને લાલપુરની મહિલાઓએ બનાવેલા સ્કાર્ફ આપીને તેમનું સ્વાગત કરવામાં આવશે.

સ્વાભાવિક વાત છે કે એશિયાના સૌથી ધનવાન વ્યકિતના પુત્રનો કાર્યક્રમ હોય એટલે ભવ્ય જ હોવાનો, જાણવા મળેલી માહિતી મુજબ મહેમોનેને 9 પાનાનું આમંત્રણ કાર્ડ મોકલવમાં આવ્યું છે, જેમાં વોર્ડરોબ પ્લાનર 3 દિવસના ડ્રેસ કોડની પણ માહિતી આપવામાં આવી છે. જામનગરમાં 3 દિવસ કેટલું તાપમાન રહેશે તેનો અંદાજ આપવામાં આવ્યો છે અને તેને અનુકળ ડ્રેસ કોડ પહેરીને મહેમાનો આવી શકે છે.

પહેલી માર્ચનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે એન ઇવનિંગ ઇન એવરલેન્ડ. ડ્રેસ કોડ : એલિગન્ટ કોકટેઇલ. બીજા દિવસે એટલે કે 2 માર્ચનો ડ્રેસ કોડ છે અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ. ડ્રેસ કોડ : જંગલ ફીવર અને 3 તારીખનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે થીમ-મેલા રાઉજ. ડ્રેસ કોડ : ડેઝલિંગ દેશી રોમાન્સ

મોંઘેરા મહેમાનો માટે દિલ્હીથી જામનગરની ચાર્ટર ફલાઇટ પણ બુક કરાવી દેવામાં આવી છે.1થી 3 માર્ચ સુધી જામનગરમાં ફલાઇટો ઉડતી દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp