સાધુનો વધુ એક બફાટ, કહ્યું- કાળ ભૈરવે સ્વામીનારાયણ ભગવાનની માફી માગી હતી

PC: youtube.com

થોડા વખત અગાઉ જ ભગવાન હનુમાનને સ્વામીનારાયણને પગે પડતા હોય તેવા ભીતચિત્રથી સમગ્ર ગુજરાતના સાધુ-સંતો અને સનાતનીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ એ ભીતચિત્રોને દૂર કરાતા વિવાદ શાંત થયો હતો. હવે સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનો બફાટ સામે આવ્યો છે. જેમાં વડોદરામાં ભગવાન કાળભૈરવ પર સાધુએ બફાટ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે, કાળભૈરવે સ્વામી નારાયણ ભગવાનની માફી માગી હતી. હેરાન કરવા આવેલા કાળ ભૈરવે માફી માગી હતી.

કાળ ભૈરવ પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા હતા. સાળંગપુરમાં હનુમાનજી આગળ કાળ ભૈરવ સત્સંગી થયા હતા. જેમાં વડોદરામાં વધુ એક સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો બફાટ સામે આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં ભગવાન કાળ ભૈરવે સ્વામીનારાયણ ભગવાનની માફી માગી હતી. માફી માગતા કહ્યું હતું કે અમને માફ કરો હું તમને પરેશાન કરવા આવ્યો હતો. આ અગાઉ પણ એક સ્વામિનારાયણ સાધુઓના બફાટ સામે આવતા લોકો ગુસ્સે ભરાયા હતા.

જેમાં સુરેન્દ્રનગરમાં પ્રજાપતિ સમાજે કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમજ બ્રહ્મસ્વરૂપ સ્વામી માફી ન માગે તો ઉગ્ર વિરોધની ચીમકી આપવામાં આવી હતી. જેમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પ્રજાપતિ સમાજ વિષે ટિપ્પણી કરી હતી. સ્વામિનારાયણના સાધુ સામે સખત કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. પ્રજાપતિ સમાજ વિશે ટિપ્પણી કરવાના કારણે સમાજમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. હાલમાં ભક્ત ગોરા કુંભાર અને તેમની પત્ની વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત બ્રહ્મસ્વરૂપ સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી આપવામાં આવી હતી.

અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રકારના વાણી-વિલાસથી પ્રજાપતિ સમાજની લાગણી દુભાઈ છે અને આવા શબ્દો બોલીને સ્વામીનારાયણ સંપ્રદાયના કહેવાતા બ્રહ્મસ્વરૂપ સ્વામીએ સમાજમાં વર્ગ વિગ્રહ થાય એ પ્રકારનું કૃત્ય કર્યું છે. આ જ સ્વામીએ અગાઉ ખોડિયાર માતા પર ગમે તેમ બોલીને સમાજની નારાજગી વ્હોરી લીધી છે. આ સ્વામીને બોલવાનું કંઇ ભાન નથી. આ સ્વામી બીજા બીજા ધર્મના દેવ-દેવતા, માતાજી અને તેમના ભક્તોના કોઈક કે કોઈક બહાને અપમાન કરતા આવ્યા છે અને ખોટી રીતે દૃષ્ટાંત સમજાવીને લોકોને ખોટા ધાર્મિક મેસેજ આપતા આવ્યા છે. જેથી આ અરજીની જરૂર પડી છે.

સ્વામીએ પોતના વક્તવ્યમાં ઉપયોગ કરેલા શબ્દ સામાન્ય કુંભારણ સ્ત્રી અને ગોરાકુંભારના રૂપમાં સૂવા બાબતનું વર્ણન જ સ્વામીની હલકી માનસિકતા દર્શાવે છે. ભક્તોની મજાક ઉડાવતા આવ્યા છે જેથી પણ હાલની અરજી આપવાની જરૂર પડી છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુએ સનાતન ધર્મના ગુરુ ગેબીનાથજી અંગે ખોટા શબ્દોનો ઉછર કર્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને આક્રમક રીતે ચીમકી આપી હતી કે આ મામલે યોગ્ય નિકાલ ન આવે તો એકનું બીજું થશે. તેવી ચીમકી આપી વિવાદ સર્જવા માગતા સ્વામીનારાયણના સાધુઓને શાનથી સમજી જવાની ચીમકી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp