એપોલો હોસ્પિટલ્સ નવી મુંબઇએ સુરતમાં અપોલો કેન્સર ક્લિનિકની શરૂઆત કરી
એપોલો હોસ્પિટલ્સ નવી મુંબઇએ સુરતમાં દર્દીઓને કેન્સર કન્સલ્ટેશન સર્વિસીઝની વધુ સારી સારવાર માટે એડવાન્સ્ડ એપોલો કેન્સર ક્લિનિક લોન્ચ કર્યું છે.
મન કોમ્પ્લેક્સ, આનંદ મહેલ રોડ, અડાજણ, સુરત ખાતે સ્થિત એપોલો કેન્સર ક્લિનિકમાં એપોલો હોસ્પિટલ્સ નવી મુંબઈના સારવાર કરનારા ડૉક્ટર સાથે અભિપ્રાય માટે હબ તરીકે કામ કરશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ટિસ કરતા આ ડોક્ટર પુરાવા પર આધારિત અને ઓર્ગન સાઇટ સ્પેસિફિક મેડિસીન સાથે દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો સુનિશ્ચિત કરશે.
ઓન્કોલોજીના ડિરેકટર અને સિનિયર કન્સલ્ટન્ટ – હેર એન્ડ નેક ઓન્કોલોજી ડો. અનિલ ડીક્રૂઝે આ લોન્ચ કર્યુ હતું જેઓ માથા અને ગળાના કેન્સરના નિષ્ણાંત છે. ડો. ડીક્રૂઝ ટાટા મેમોરિયલ હોસ્પિટલના ભૂતપૂર્વ ડિરેકટર, યુઆઈસીસીના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ અને નેશનલ મેડિકલ કમિશનના મેમ્બર છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અન્ય કેન્સર સ્પેશિયાલિસ્ટ્સમાં લીડ મેડિકલ એન્ડ પ્રિસિઝન ઓન્કોલોજી ડો. જ્યોતિ બાજપાઈ અને ડો. રણજીત બાજપાઈ રેડિયેશન થેરાપી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત કન્સલ્ટન્ટ હેડ એન્ડ નેક ઓન્કોસર્જન ડો. સતાક્ષી ચેટરજી પણ ઉપસ્થિત હતા જેમણે માથા અને ગળાની સર્જરીની આધુનિક ટેક્નિકસમાં તાલીમ લીધેલી છે.
એપોલો હોસ્પિટલ્સના ડિરેક્ટર ઓન્કોલોજી અને સિનિયર કન્સલ્ટન્ટ હેડ એન્ડ નેક ઓન્કોલોજી ડો. અનિલ ડીક્રૂઝે જણાવ્યું હતું કે "દર વર્ષે વધી રહેલા નવા કેન્સરના કેસોની સંખ્યાને કારણે સુલભ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઓન્કોલોજી કેરની જરૂરિયાત છે. કેન્સર કેર પૂરી પાડવા માટે તાલીમબદ્ધ એવા ક્લિનિશિયન્સની હાજરી સુરત અને આસપાસના વિસ્તારોમાં દર્દીઓમાં કેન્સરના મેનેજમેન્ટમાં મદદ કરશે. કેન્સરનો દરેક કેસ અલગ હોય છે તેને જોતાં આ ટીમ વ્યક્તિગત ટ્રીટમેન્ટ પ્લાનની ભલામણ કરશે. આમાં સર્જરી, કેમોથેરાપી, રેડિયેશન થેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અથવા વિવિધ પ્રકારની સારવારનો સમાવેશ થઈ શકે છે."
એપોલો હોસ્પિટલ્સના વેસ્ટર્ન રિજનના સીઈઓ અરૂણેશ પુનેથાએ જણાવ્યું હતું કે “સુરતમાં એપોલો કેન્સર ક્લિનિકનું લોન્ચિંગ અમે સુરત અને આસ પાસના એરિયામાં વિશ્વકક્ષાની હેલ્થકેર લાવવાના વર્તમાન પ્રતિબદ્ધતામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. સુરત અને આસપાસના પ્રદેશોના લોકોને અમારી નિપુણતા પૂરી પાડતા અમે ગર્વ અનુભવીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp