અર્જૂન મોઢવાડિયાએ જ જણાવી દીધું કે તેઓ ભાજપમાં જશે કે નહીં

PC: twitter.com

શું ગુજરાત કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. એક મોટા અખબારે તો એવું લખી નાંખ્યું છે કે અર્જૂનના કોંગ્રેસને રામ રામ. છેલ્લાં કેટલાંક દિવસોમાં કોંગ્રેસના 2 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે.

અજૂર્ન મોઢવાડિયા ભાજપમાં જાય તેની ચર્ચા ઉભી થવાના કારણો જોઇએ તો તાજેતરમાં જ્યારે કોંગ્રેસના હાઇ કમાન્ડે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો ઇન્કાર કર્યો અને કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી ત્યારે મોઢવાડિયાએ ટ્વીટ કરીને લખ્યુ હતું કે  ભગવાન રામ આરાધ્ય દેવ છે, દેશવાસીઓની આસ્થાનો વિષય છે ત્યારે કોંગ્રેસ નેતાઓએ આવા રાજકીય નિવેદનથી દુર રહેવું જોઇએ. બીજું કારણ એ માનવામાં આવે છે કે પોરબંદરમાં વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં પણ મોઢવાડિયા સામેલ થયા હતા અને તાજેતરમાં એક કથામાં પણ ભાજપ નેતાઓ સાથે મંચ શેર કર્યો હતો.

જો કે,khabarchhe.comએ અજૂર્ન મોઢવાડિયા સાથે ફોન પર વાત કરી હતી અને તેમને પુછ્યું હતું કે  શું તમે ભાજપમાં જઇ રહ્યા છો? તો તેમણે કહ્યું કે આ વાતમાં કોઇ તથ્ય નથી. એક પત્રકારે મે જે વાત કરી હતી તેમાં મિસચીફ કરી છે એટલે ચર્ચા શરૂ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp