અમદાવાદના યુવા IPS સફીન હસને રાત્રે કરેલા આ કામના થઇ રહ્યા છે ચારેકોર વખાણ

PC: divyabhaskar.co.in

સામાન્ય રીતે કોઈ પણ સરકારી અધિકારીઓ પોતાનો નોકરીનો સમય પૂરો થાય તે બાદ બીજા દિવસે જ નોકરી પર જાય છે, ત્યારે અમદાવાદના એક યુવા IPS અધિકારી રાત્રે ડ્યૂટી પૂરી થયા બાદ પણ સાદાં કપડાંમાં સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. શહેરના લોકોથી ભરચક એવા કાલુપુર વિસ્તારમાં રાતે 4 કલાક જેટલો સમય રીક્ષાચાલકો માટે ડ્રાઈવ પણ યોજી હતી. આ સાથે મુસાફરો સાથે કોઈ ગેરવર્તન ન કરે તે માટે રિક્ષાચાલકોને પણ સમજાવ્યા હતા.

અમદાવાદમાં ટ્રાફિકના પૂર્વ DCP સફિન હસન પાસે ઝોન-3 DCPનો પણ ચાર્જ છે. રાત્રિના સમયે કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા-જતા મુસાફરોની અનેક ફરિયાદો હોય છે. જેમાં રિક્ષાચાલકો વધુ ભાડું લે છે, દાદાગિરી કરવી, મુસાફરોને લૂંટેવા જેવી અનેક ઘટના બનતી હોય છે. આ બાબતે જાણ થતા DCP સફિન હસન સરપ્રાઈઝ વિઝિટ માટે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. DCP સફિન હસન પહોંચતા સ્થાનિક પોલીસકર્મીઓ પણ પહોંચ્યા હતા.

ઝોન-3 LCB અને કાલુપુર પોલીસ સ્ટેશન તથા કાલુપુર પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમને સાથે રાખીને રાતે 11:15 વાગ્યાથી 3 વાગ્યા સુધી ડ્રાઈવ યોજી હતી, જેમાં સફિન હસન 4 કલાક ખડેપગે હાજર રહ્યા હતા. તેમણે ટીમ સાથે મળીને રિક્ષાચાલક અને રિક્ષાઓને તપાસી હતી. તમામ રિક્ષા ચાલકના લાઇસન્સ પણ તપસ્યા હતા. મુસાફરો સાથે કોઈ ગેરવર્તન ન કરે એ માટે રિક્ષાચાલકોને પણ સમજાવ્યા હતા. પોલીસની આ કામગિરીને કારણે રાતના સમયે લોકોએ રાહત અનુભવી હતી.

મુસાફસરોના મનમાં રાતે રિક્ષામાં બેસીને જવાનો ડર પણ પોલીસની રાતની કામગિરીને કારણે ઓછો થયો હતો. તો બીજી તરફ રિક્ષાચાલકો રાતે બેફામ બનીને આડેધડ પાર્કિંગ કરતા તેમજ મુસાફરો સાથે જે વર્તન કરતા હતા તે હવે પોલીસની હાજરીના કારણે ઓછું થશે. ઉચ્ચ અધિકારીની કામગિરીને કારણે અન્ય પોલીસકર્મીઓને પણ કામ કરવા માટેનું પ્રોત્સાહન મળ્યું હતું. આ મામલે સફિન હસન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મારી નાઈટ નહોતી, પરંતુ કાલુપુર રેલવે સ્ટેશન પર મળતી ફરિયાદોને લઈને હું મારી ફરજ સમજીને પોતે સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યો હતો. પોલીસની હાજરીથી સામાન્ય નાગરિકોને રાહત મળે તો બેફામ બનેલા લોકોને પણ ડર રહે છે. હવે આ પ્રકારની સરપ્રાઈઝ વિઝિટ ચાલુ જ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp