ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનનું માળખું આજે જાહેર થઈ શકે તેવી સંભાવના

PC: gujaratcongress.in

ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનનું માળખું આજે જાહેર થઈ શકે છે. લાંબા સમયથી કોંગ્રેસના કાર્યકર્તાઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે પક્ષની નવી ટીમ હવે નક્કી થઈ ચૂંકી છે. સંભવત: આજે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત દ્વારા નવા માળખાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસના નવા સંગઠનના ઉપપ્રમુખ અને મહામંત્રી તરીકે અનુભવી અને યુવા નેતાઓનો સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત સંગઠનના મંત્રી તરીકે નવા ચહેરાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. સંગઠનની નવી ટીમ જાહેર થયાના ગણતરીના દિવસોમાં પક્ષના સંગઠનની એક બેઠક મળશે. આ બેઠકમાં પ્રમુખ, મહામંત્રી અને બે મંત્રીની એક ટીમ બનાવવામાં આવશે અને આ 4 લોકોની ટીમને લોકસભા બેઠકની જવાબદારી આપવામાં આવી શકે છે.

આ ઘટના ક્રમ વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને 3 રાજ્યોમાં યોજાનારી ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને છત્તીસગઢમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી 18 નવેમ્બર સુધી પરેશ ધાનાણી છત્તીસગઢમાં રહેશે. બીજી બાજુ અલ્પેશ ઠાકોરને છત્તીસગઢ અને રાજસ્થાનમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલને મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારની જવાબદારી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp