હાલમાં ભારત દેશની અર્થતંત્રની સ્થિતિ મજબૂતાઇ સાથે સુધરી રહી છે: પરશોત્તમ રૂપાલા

PC: twitter.com

રાજકોટ શહેરમાં PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતમાં તેમજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં જગજીવનરામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે 10મા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 64 ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ આ તકે જણાવ્યું હતું કે દેશમાં 51 હજાર યુવાઓને રોજગારી આજે મળી છે. હાલમાં ભારત દેશની અર્થતંત્રની સ્થિતિ મજબૂતાઇ સાથે સુધરી રહી છે. બેન્કિંગક્ષેત્રે વિશ્વમાં ભારતની સ્થિતિ મજબૂત છે. બેન્કિંગ ક્ષેત્ર તમામ વ્યવસાય સાથે જોડાયેલ છે. યુવાનોની મહેનતને કારણે દેશ જેટ ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે વર્લ્ડ મોનીટરીંગ ફંડના રિપોર્ટ અનુસાર ભારત 6. 5% ગ્રોથ રેટથી આગળ છે જ્યારે વર્લ્ડનો ગ્રોથ રેટ 3. 5% છે. દુનિયાથી બમણી તેજીથી ભારત આગળ વધી રહ્યું છે. ભારત દેશ એક ટેક ઓફ કરેલ ગાડી છે તેમાં તમામ ઉમેદવારોને બેસવાનો ચાન્સ મળ્યો છે. તમામ યુવાનોનું યોગદાન ભારતને વધુ મજબૂત બનાવશે.

https://khabarchhe.com/uploads/mc_path/169563726979.jpg

પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે યુવાનો પોતાની કામ કરવાની કૅપેસિટી વધારે અને પરિવારજનોના સ્વપ્ન પૂર્ણ કરે. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્ય સભાના સાંસદ રામ મોકરિયા, લોકસભાના સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, રમેશ ટીલાળા તેમજ રેલવેના ડીઆરએમ અશ્વિની કુમાર, એડી. આર. એમ ગોવિંદ પ્રસાદ સૈની, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફીસર મનીષ મહેતા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp