ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકીયાને 14 વર્ષની ઉંમરે આખી ગીતા મોઢે થઇ ગયેલી

PC: facebook.com/srkgovinddholakia

ભારતીય જનતા પાર્ટીએ ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકીયાના ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે નોમિનેટ કર્યા ત્યારથી ફરી એક વખત ગોવિંદ ધોળકીયા ચર્ચામાં આવ્યા છે. આમ તો તેમની લાઇફ વિશે ઘણા બધા લોકો જાણે છે, પરંતુ કેટલીક એવી વાતો છે જે હજુ લોકોને ખબર નથી.

ગોવિંદ ધોળકીયા જ્યારે સૌરાષ્ટ્રથી સુરત આવ્યા ત્યારે એક હીરાના કારખાનમાં તેમણે હીરા ઘસવાનું કામ શરૂ કર્યુ હતું. ગોવિંદભાઇ પર પહેલેથી કથાકાર ડોંગરે મહારાજનો ભારે પ્રભાવ હતો. એક વખત સુરતમાં ડોંગરે મહારાજની કથા હતી, ગોવિંદભાઇને કથા સાંભળવા જવું હતુ, પરંતુ કારખાનાન માલિકે ના પાડી. ગોવિંદભાઇએ કહ્યું, હું દિવસમાં કથા સાંભળીશ અને મોડી રાત સુધી બેસીની હીરા ઘસવાનું કામ કરીશ.એ પછી તેઓ કથા સાંભળવા જતા અને રાત્રે મોડે સુધી કામ કરતા.

બીજું કે ગોવિંદભાઇને માત્ર 14 વર્ષની ઉંમરે આખી ભગવદ ગીતા મોઢે થઇ ગયેલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp