અમદાવાદમાં ભાજપના મહિલા કોર્પોરેટર સુમન રાજપૂત પર થયો હુમલો

PC: twitter.com/sumanra95748312

ગુજરાતમાં દિન પ્રતિદિન ક્રાઈમ રેટમાં વધારો થતો જાય છે. ક્રાઈમ એટલી હદે વધી રહ્યો છે કે, નાની નાની વાતમાં હત્યા અને મારામારી જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. હવે તો ગુજરાતમાં રાજકીય નેતાઓ પણ સલામત ન રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, અવાર નવાર રાજકીય નેતાઓ પર હુમલાઓ થવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. કેટલીક વાર નેતાઓ પર ફાયરિંગ થાય છે, તો કેટલીક વાર તેમની સાથે મારામારી જેવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે, ત્યારે અમદાવાદમા ભાજપના મહિલા કોર્પોરેટર પર કેટલાક અસામાજિક તત્ત્વો હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. ઘટનામા ઘાયલ થયેલા મહિલા કોર્પોરેટરને સ્થાનિક લોકોએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદના અસારવા વિસ્તારના ભાજપના મહિલા કોર્પોરેટર સુમન રાજપૂત પોતાના મત વિસ્તારમા આવેલી શાહીબાગની ચાલીમા સ્થાનિક લોકોની મુલાકાત કરી રહ્યા હતા, ત્યારે ત્રણ જેટલા ઇસમોએ કોર્પોરેટર સુમન રાજપૂત પર હુમલો કર્યો હતો. હુમલો કર્યા પછી તમામ ઇસમો ફરાર થઇ ગયા હતા. ઘાયલ થયેલા કોર્પોરેટરને સ્થાનિક લોકોએ 108ની મદદથી હોસ્પિટલમા ખસેડ્યા હતા. આ ઘટનાની ભાજપના અન્ય નેતાઓ અને કોર્પોરેટરોને જાણ થતા તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પોલીસની જાણ કરતા પોલીસ ફરિયાદ લેવા માટે સિવિલ હોસ્પિટલમા પહોંચી હતી. પોલીસે ઘાયલ થયેલા કોર્પોરેટર સુમન રાજપૂતનું નિવેદન લઇને ત્રણ ઇસમો સામે ફરીયાદ દાખલ કરી તેમને પકડવાની તજવીજ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp