27 વર્ષથી ઘેટા વધારે ઊનવાળા થયા છે એટલે કાતર રાખી જીણું જીણું કાપવાનું શરૂ કરજો

PC: twitter.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે, આ સાથે જ ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ રહી છે ત્યારે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર આડકતરી રીતે પ્રહારો કર્યા હોવાનું સામે આવ્યું છે. અંબાજીથી શરૂ થયેલી કૉંગ્રેસની પરિવર્તન યાત્રા સમયે જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, '27 વર્ષથી ઘેટા વધારે ઊનવાળા થયા છે એટલે કાતર રાખી જીણું જીણું કાપવાનું શરૂ કરજો'. કાતરડીથી કાપ્યા પછી ઘેટાનો માલિક ધાકધમકી આપવા આવે તો લીમડે બાંધીને જગદીશ ઠાકોરને ફોન કરજો.

ભાજપની ગુંડાગીરીનો આતંક ચાલુ થશે જગદીશ ઠાકોર

આ સાથે જ પરિવર્તન યાત્રા અંતર્ગત સંબોધન દરમિયાન જગદીશ ઠાકોરે વધુમાં એમ પણ કહ્યું હતું કે, દિવાળી પછી ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરીનો આતંક શરૂ થશે. એના ગુંડાઓ બેફામ બનશે. દિવાળી પછી ભાજપના પગ નીચેથી જમીન સરકી રહી છે, એટલે એની ગુંડાગીરી વધશે.

'પોલીસમાં 90 ટકા સમજે છે, પણ મજબૂર છે'

અંબાજીથી શરૂ થયેલી કૉંગ્રેસની પરિવર્તન યાત્રા સમયે જગદીશ ઠાકોરે વધુમાં એમ પણ કહ્યું કે, પોલીસમાં 10 ટકા લોકો એવા છે જે ખોટા છે, 90 ટકા સમજે છે પણ મજબૂર છે. મને નીકળતા સમયે ખૂણામાં કહે છે કે સાહેબ તમે સાચું બોલો છો, જલ્દી બેસો તમારું ભલું થાય.

આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, આદિવાસીઓની જમીન ખાલી કરાવીને સરકારે કબ્જે કરી એને કોંગ્રેસની સરકાર બનતા જ 24 કલાકની અંદર જે આદીવાસી ભાઈ-બહેનોની જમીન હશે એમને પરત કરવામાં આવશે. જગદીશ ઠાકોરે વધુમાં એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસની UPA 1 અને UPA 2 સરકારે દેશના ખેડૂતોના 72 હજાર કરોડના દેવા માફ કર્યા હતા, કામ કોંગ્રેસે કર્યા છે અને કોંગ્રેસ જ કરશે.

આ અગાઉ પણ જગદીશ ઠાકોરે પોલીસને આડે હાથે લીધી હતી

થોડા સમય પહેલા જગદીશ ઠાકોર દ્વારા પોલીસને લઈને એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, પોલીસ વિભાગમાં 5 ટકા અધિકારીઓએ ભાજપની ચડ્ડી પહેરી છે અને અમારી સરકાર આવશે તો આવા પોલીસ અધિકારીઓને કપડા વગર 500 મીટર દોડાવીશું. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં કોંગ્રેસનું સંમેલન યોજવામાં આવ્યુ હતું. જેમાં સભાને સંબોધતા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પોલીસને આડે હાથે લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp