અયોધ્યાનો પ્રસાદ સુરતમાં, લાડુની લાંબી લાઇનનો રેકોર્ડ ગિનિઝ બુકમાં નોંધાશે

PC: Khabarchhe.com

સુરત ખાતે આગામી 1 અને 2 માર્ચના રોજ ટ્રાયોમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવને યાદગાર બનાવવા માટે લાડુની સૌથી લાંબી લાઇન બનાવી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતા સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટના પિયુષ વ્યાસ, પૂજા વ્યાસ અને ટ્રાયોમ રિયલ્ટીના સુરેશ ગોંડલિયાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે જ નિજ મંદિરમાં શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતાં દરેક સનાતનીનું 500 વર્ષનું સપનું સાકાર થયું છે. જેને અનેરી ખુશી દરેકના હૃદયમાં છે. ત્યારે સુરત ખાતે પણ 1 અને 2 માર્ચના રોજ રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 1 માર્ચના રોજ રામ ઉત્સવ અંતર્ગત વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા લાડુની સૌથી લાંબી લાઈન ગોઠવવામાં આવશે અને ટ્રાયોમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવશે. જ્યારે 2જી માર્ચના રોજ ટ્રાયોમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા રામા ફેસ્ટની ઉજવણી કરવામાં આવશે. સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ઉજવણી દરમિયાન શ્રીરામ ભગવાન પર આધારિત ગીત, નૃત્ય રજુ કરવામાં આવશે, સાથે જ રામધૂન અને હનુમાન ચાલીસા પાઠ કરાશે. આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહેશે. આ તમામને અયોધ્યા પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય સુરતના લોકોને સુરત ખાતે જ અયોધ્યા ધામનો પ્રસાદ ઉપલબ્ધ કરાવવાનો છે.

સનાતન સેવા ન્યાસ દ્વારા સ્મૃતિ ચિન્હ સાથે અયોધ્યાનો પ્રસાદ, તામ્ર પત્ર, શાલિગ્રામજીનું સ્વરૂપ, શ્રી રામજીના જન્મ સ્થળની વિશેષ માટી, રામજીનું ધનુષ બાણનો અને વિશેષ પ્રસાદ પણ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp