ગુજરાતના આ શહેરમાં પ્રદૂષણ અટકાવવા માટે દિવસ દરમિયાન ભારે વાહન પર પ્રતિબંધ

PC: livemint.com

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. લોકડાઉનના કારણે દેશમાં બે મહિના જેટલો સમય મોટાભાગના ઉદ્યોગો, ધંધા, વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. જેના કારણે હવા અને પાણીના પ્રદુષણમાં ખૂબ જ ઘટાડો થયો હતો. નદીઓના પાણી ચોખા થયા હતા અને અલગ-અલગ શહેરની હવા પણ શુદ્ધ થઇ હતી. તેથી આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વાહનોની અવર જવરથી પ્રદૂષણમાં વધારો ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર લોકડાઉનના ચોથા તબક્કા બાદ રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતા વિસ્તારોમાં ધંધા ઉદ્યોગો શરૂ કરવા માટેની છૂટ આપી છે. જેના કારણે રસ્તા પર હવેથી વાહનોને અવર-જવર શરૂ થઈ ગઈ છે. વાહનોની અવર-જવર શરૂ થતા પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ નિર્ણય લીધો છે કે, શહેરમાં પ્રદૂષણ અટકે અને અકસ્માતોના બનાવોને નિયંત્રણ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને ધ્યાનમાં રાખી અમદાવાદમાં ભારે વાહનોની અવરજવર સવારે 8 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરના નિર્ણય અનુસાર જે વાહનોનું વજન 7,500 કિલો જેટલું હશે તે વાહનો શહેરમાં સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી પ્રવેશ કરી શકશે આ ઉપરાંત 33 પેસેન્જરની કેપેસિટી ધરાવતી મીની બસ અને વાહનોને શહેરમાં પ્રવેશ મળી શકશે. 33 પેસેન્જરથી વધારે ક્ષમતા ધરાવતા વાહનો હશે તો વાહનને સવારે 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશ મળશે નહીં. 9 વાગ્યા બાદ વાહન શહેરમાં પ્રવેશી શકશે.

મહત્ત્વની વાત એ છે કે, તંત્ર દ્વારા પ્રદૂષણને કાબૂમાં લેવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ જે કામ વર્ષો સુધી અને કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ ન થઈ શક્યું તે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આપવામાં આવેલા લોકડાઉનના સમયમાં થઈ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp