બનાસકાઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કહ્યું, લોકો ચૂંટણી માટે રોજ 1 લાખ ફંડ આપે છે

PC: facebook.com/GenibenThakorMLA/photos

ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પરથી બે મહિલાઓ આમને સામને છે. કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે તો ભાજપે ડો. રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે એક જાહેરસભામાં કહ્યું કે, મારો ચૂંટણી કર્ચ તો લોકો જ ઉપાડી લીધો છે અને ફંડ પેટે રોજના એક લાખથી દોઢ લાખ રૂપિયા મળી રહ્યા છે. ફોર્મ ભરવાના દિવસે 25થી 30 લાખ રૂપિયાનો ખર્ચ પણ લોકોએ જ ઉપાડી લીધો છે.

લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના બેંક ખાતા સીલ થવાને કારણે ઉમેદવારોને ફંડ ફાળવવું મુશ્કેલ છે. ગેનીબેન ઠાકોર ઓનલાઇન પણ લોકો પાસેથી ફંડ મેળવી રહ્યા છે. તેના માટે એક ક્યૂ આર કોડ પણ તેમણે આપ્યો છે. આ વખતે ચૂંટણી પંચે એક ઉમેદવારને વધારેમાં વધારે 95 લાખ રૂપિયાના ખર્ચની મર્યાદા બાંધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp