PM જનધન હેઠળ 50 કરોડ પરિવારના બેંક ખાતા ખૂલ્યા જેમા બે લાખ કરોડની બચત થઈઃ રૂપાલા
સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, વડોદરામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ત્રીજા દિવસે મહાનગર પાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ 1માં સરકારી યોજનાના લાભો આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા, વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ, મેયર પિન્કીબેન સોની ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું કુમકમ તિલક કરીને પૂષ્પોથી વધાવીની સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોએ અને યોજનાઓના લાભાર્થીઓ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન ઔષધિ યોજનાના લાભાર્થીને કરેલ ઉદબોધન અને સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
વડોદરામાં છાણી વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિરહી હતી.ઉપસ્થિત મહનોભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છાણી ખાતે લાભાર્થી માટે યોજયેલ કેમ્પમાં આરોગ્ય લક્ષી યોજનાઓ, આધાર કાર્ડ, આયુષ્યમાન ભારત, ઉજવલા યોજના, વીજ યોજના પી.એમ.સ્વ નિધિ યોજનાના દસ કાઉન્ટરો ખોલવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ મોટી સંખ્યા માં ઘર આંગણે યોજલેલ સરકારી યોજના ના લાભો મેળવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાએ ઉપસ્થિત લોકોને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આવનારા 25 વર્ષોમાં ભારતના સર્વાંગી વિકાસમાં બધાએ પોતાનું યોગદાન આપવા માટેના સંદેશો આપવા માટેનો હેતુ છે.વિકસિત ભારતના PMના સંકલ્પની સાથે ભારત વાસીઓએ પણ સંકલ્પ કરીને ભારતનો વિકાસ કરવામાં સહભાગી થાય એ જરૂરી છે. ઉપસ્થિત મહેમાનોના હસ્તે લાભાર્થીઓને મળતી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp