BAPSનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભવ્ય કાર્યક્રમ, 1 લાખ લોકો આવશે

PC: baps.org

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) દ્રારા 7 ડિસેમ્બરને પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જંયતિના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ- વિદેશમાંથી 1 લાખથી વધારે લોકો હાજર રહેવાના છે. મહંત સ્વામી આ કાર્યક્રમમાં હાજર રહેશે.

પ્રમુખ સ્વામી મહારાજે 1972માં કાર્યકરો નિમવાનું શરૂ કર્યુ હતુ અને આજે 80000થી વધારે કાર્યકરો થઇ ગયા છે. વર્ષ 2022માં કાર્યકરો મંડળને 50 વર્ષ પુરા થયા ત્યારે જ કાર્યકરોને સન્માનવાનો કાર્યક્રમ રાખવાનો હતો, પરંતુ કોરના મહામારી અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવ કાર્યક્રમને કારણે એનું આયોજન થઇ શક્યું નહોતું.

આ કાર્યક્રમમાં પુરુષો માટે ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. પુરુષોએ બ્લેક પેન્ટ પહેરવાનો રહેશે અને જર્સી સંસ્થામાંથી આપવામાં આવશે. મહિલાઓએ ડ્રેસ પહેરીને આવવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp