સુરતની વિજય ડેરીને ખાદ્ય ખોરાક 2023માં Best Innovative Displayનો એવોર્ડ
સુરતની Vijay Dairyએ ગાંધીનગરના હેલીપેડ એક્સિબેશન ગ્રાઉન્ડ ખાતે તારીખ 17 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન થયેલ ખાદ્ય ખોરાક 2023માં પ્રથમ વખત ભાગ લીધો હતો, જેમાં વિજય ડેરીને ખાદ્ય ખોરાકના આયોજકો તરફથી Best Innovative Displayનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
વિજય ડેરીની મીઠાઈઓ, નમકીન અને ઘીના પેકેજિંગ બધાથી અલગ અને નવીતમ હતા. જેણે લોકોને આશ્ચર્યચકિત કરી મુક્યા હતા. મુલાકાતીઓ ઘીના પેકેજિંગથી ઘણા આકર્ષાયા હતા. વિજય ડેરીના ઘી પેકેજિંગની ખાસિયત એ હતી કે ઘીને PET જારમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. PET જારનો અનોખો આકાર અને ખાસ રંગ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો. વિજય ડેરીની આ તમામ ડીઝાઈનની ટ્રેડમાર્ક અને કોપીરાઇટ નોંધણી થયેલ છે.
ખાદ્ય ખોરાક 2023માં વિજય ડેરીએ 7 પ્રકારના નમકીન પણ પ્રદર્શિત કાર્ય હતા. તમામ નમકીન 170 ગ્રામ, 400 ગ્રામના પાઉચમાં ઉપલબ્ધ હતા. નમકીનના પેકેજિંગ માટે પણ બીજાથી અલગ તરી આવ્યા હતા.
વિજય ડેરીની મીઠાઈઓના પેકેજિંગે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મીઠાઈઓની નવીનતમ પેકેજિંગે લોકોને ચોંકાવી દીધા હતા. એમની મીઠાઈનું પેકેજિંગ MAP ( મોડીફાઈટ એટમોસ્ફેરિક પેકેજ) પદ્ધતિથી કરે છે. આ ટેકનોલોજીના ઉપયોગથી મીઠાઈની સેલ્ફ લાઈફ 20 દિવસથી વધુની થઈ જતી હોય છે.આ ટેકનોલોજીનો પેકેજિંગમાં ઉપયોગ એમને અલગ તારવતો હતો. સૌના આકર્ષણના કેન્દ્ર બન્યો હતો.
ખાદ્ય ખોરાક 2023માં વિજય ડેરીએ બીજી ઘણી પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરી હતી જેમાં દૂધ, છાસ, દહીં, લસ્સી કપ, કોલ્ડ કોકો કપ અને પનીરનો સમાવેશ થતો હતો. દરેક પ્રોડક્ટ્સનું પેકેજિંગ અજોડ અને નવીનતમ હતું. જે બજારની રેગ્યુલર પેકેજિગથી અલગ તારવતું હતું. આ દરેક પ્રોડક્ટ્સની પેકેજિંગ અને રજુઆતમાં વિજય ડેરીએ બાજી મારી હતી. વિજય ડેરી ખાદ્ય ખોરાક 2023માં લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. વિજય ડેરી ખાદ્ય ખોરાક 2023માં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી અને Best Innovative Display નો એવોર્ડ મેળવવમાં સફળતા મેળવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp