ભરૂચના માછીમારોને દરિયામાંથી મળ્યું શિવલીંગ, 100 કિલો વજન છે

PC: divyabhaskar.co.in

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કાવી ગામના માછીમારો માછલી પકડવા માટે દરિયામાં ખેડાણ કરી રહ્યા હતા ત્યારે જાળમાં કોઇ વજનદાર વસ્તુ ફસાઇ હતી. માછીમારોએ બહાર કોઢીને જોયું તો સ્ફટિકનું શિવલિંગ હતું. માછીમારીઓની આંખ પહોળી થઇ ગઇ હતી. બોટમાં શિવલીંગ લઇને માછીમારો જ્યારે કાવીના દરિયા કિનારે આવ્યા તો આ વાત વાયુ વેગે પ્રસરી ગઇ હતી અને મોટી સંખ્યામાં લોકો શિવલીંગના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

માછીમારોએ કહ્યું કે, જ્યારે તેમણે ધનકા તીર્થ પાસે માછલી પકડવા માટે જાળ નાંખી તો કોઇ વજનદાર વસ્તુ જાળમાં આવી ગઇ હતી. જોયું તે સ્ફટીકનું શિવલીંગ હતું. શિવલીંગની પાણીથી સફાઇ કરવામાં આવી તો અંદર શંખ, નાની મૂર્તિ અને ચાંદીનો શેષનાગ પણ હતા તેવો માછીમારોએ દાવો કર્યો છે.

આ શિવલીંગનું વજન 100 કિલો કરતા વધારે છે અને અછી ફુટની ઉંચાઇ છે. ગામના લોકો હવે આ શિવલીંગને મહાદેવના મંદિરમાં સ્થાપિત કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp