ગુજરાતમાં હવે સરકારી અધિકારીઓએ MLA-MPના ફોન ઊંચકવા પડશે નહિતર...
જનપ્રતિનિધિઓના ફોન ન ઉઠાવનારા અધિકારીઓ પર હવે ગુજરાતમાં પણ કડકાઈ દેખાડવામાં આવશે. ગુજરાત સરકારે ઓફિસરોને નોટિફિકેશન બહાર પાડી નિર્વાચિત જનપ્રતિનિધિઓના નંબર સેવ કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં પણ યોગી સરકારે અધિકારીઓના ફોન ન ઉઠાવવાની ફરિયાદ પર ધ્યાન લેતા એક નોટિફિકેશન બહાર પાડી હતી. ઉત્તર પ્રદેશ પછી હવે ગુજરાત સરકારે પણ અધિકારીઓ પ્રત્યે કડક થઇ છે. ગુજરાતના રાજ્યપાલના આદેશથી બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું કે સરકારી અધિકારીઓ માટે નિર્વાચિત પ્રતિનિધિઓના ફોન ઉઠાવવામાં અનિવાર્ય છે.
મોબાઈલમાં સેવ રાખે નંબર
ગુજરાત સરકારે આ નોટિફિકેશન એક ધારાસભ્ય પાસેથી મળેલી ફરિયાદ પછી બહાર પાડ્યું છે. થોડા દિવસ પહેલા મહુઆથી ભાજપાના ધારાસભ્ય મોહન ધોડિયાએ કહ્યું હતું કે, સામાન્ય પ્રશાસનની બેઠકમાં આ મુદ્દો ઉઠાવાયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે અધિકારી ફોન જ ઉચકતા નથી. સુરત જિલ્લામાં આદિવાસી સમાજની આરક્ષિત મહુવા સીટથી મોહન ધોડિયા 3 વાર ધારાસભ્ય ચૂંટાયા છે. તેમની આ ફરિયાદને સરકારે ગંભીરતાથી લેતા એક નોટિફિકેશન બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સાંસદ અને ધારાસભ્ય ઉપરાંત તાલુકા પંચાયતના અધ્યક્ષો, મેયરનો નંબર અધિકારીઓ પાસે સેવ હોવો જરૂરી છે. અધિકારીઓને કહેવામાં આવ્યું કે, પોતાના ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓના નંબર સેવ કરી લે.
ફ્રી થતા જ કોલબેક કરશે
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું કે, ઓફિસરો અને અન્ય અધિકારી કોઇ મીટિંગમાં વ્યસ્ત હોય તો એવામાં તેમના ઓફિસની લેન્ડલાઇન પર કોઈ પ્રતિનિધિનો ફોન આવે છે તો સંબંધિત અધિકારીનો સ્ટાફ આની જાણકારી એક રજિસ્ટરમાં નોંધશે. અધિકારીના મીટિંગમાં ફ્રી થવા પર તે જનપ્રતિનિધિને કોલબેક કરવાનો રહેશે. જે પણ અધિકારી ફોન ઉઠાવશે આ નોંધ તેણે જ કરવાની રહેશે. ત્યાર પછી આ વાતનું ધ્યાન સંબંધિત અધિકારીઓના ધ્યાનમાં લાવવાની રહેશે. ગુજરાત સરકારના સામાન્ય પ્રશાસન વિભાગ દ્વારા આ નોટિફિકેશન પોલીસ વિભાગની સાથે બોર્ડ અને નગર પાલિકાઓમાં લાગૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp