રામ મંદિર માટે ગુજરાતના પૂર્વ મંત્રીએ 33 વર્ષ સુધી આ વસ્તુ ન ખાધી

PC: twitter.com

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં કહ્યું હતું કે, જ્યાં સુધી રામ મંદિર નહીં બને ત્યાં સુધી મિઠાઇ નહીં ખાવાનો ગુજરાતના નેતા ભૂપેન્દ્ર ચુડાસમાંએ 33 વર્ષથી સંકલ્પ લીધો છે અને હવે તેઓ 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી મિઠાઇ ખાશે

ગુજરાત ભાજપના નેતા ભૂપેન્દ્ર ચુડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 1990માં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની યાત્રા કાઢવામાં આવી હતી. તે વખતે એક કાર્યકના શુભપ્રસંગમા જવાનું થયુ હતું અને પ્લેટમાં મિઠાઇ રાખી હતી. તે વખતે સમાચાર આવ્યા હતા કે સરયૂ નદીના કિનારે બે સગાભાઇઓની હત્યા કરવામાં આવી છે. એટલે ચુડાસમાએ વિચાર્યું કે મિઠાઇ ખાઇને બોલવું યોગ્ય નહીં હોય. એટલે તેમણે મિઠાઇની પ્લેટ હટાવી દેવા કહ્યું હતું, તે વખતે અનાયાસે તેમના મોંઢામાંથી નિકળી ગયું હતું કે જયાં સુધી રામ મંદિર ન બને ત્યાં સુધી હું મિઠાઇ નહીં ખાવાનો સંક્લ્પ લઉં છું. તે વખતે ચુડાસમાંની ઉંમર 40 વર્ષની હતી આજે 73 વર્ષની ઉંમર છે.

ચુડાસમાને મિઠાઇ અત્યંત પ્રિય છે એટલે તેમણે એ ભાવતી વસ્તુ છોડવાનો નિર્ણય લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp