સુરતમાં બોક્સ ક્રિકેટનું મોટું આયોજન, 230 ટીમો ભાગ લેશે
સુરતના વેસુ ખાતે આગામી 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી D. C. Patel બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છોકરીઓ અને છોકરાઓની કુલ 230 ટીમો ભાગ લઈ રહી છે.
આ અંગે માહિતી આપતાં ચેરમેન અને કોલેજના ટ્રસ્ટી કમલેશ ડી. પટેલે જણાવ્યું હતું કે સીઝન 1ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે D. C. Patel બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ વેસુ ખાતે 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી યોજાશે. જેમાં એન્ટ્રી માટે સામાન્ય ચાર્જ રાખવામાં આવ્યો છે. આ બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 230 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં 50 ટીમ છોકરીઓની ટીમ છે અને 180 ટીમો છોકરાઓની ટીમો છે. ફાઇનલમાં વિજેતા અને રનર્સ અપ ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ યોજવા પાછળનો ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતમાં આવેલા અંતરિયાળ ગામોમાં આવેલી શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે મદદ પહોંચાડવાનો છે. ટુર્નામેન્ટના આયોજન થકી જે કઈ આવક થશે એ આવક અને તેમાં ટ્રસ્ટ દ્વારા અન્ય રકમ ઉમેરીને ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp