અમદાવાદમાં ઈન્ડિગોની ફ્લાઇટમાં પ્રવાસીઓને કડવો અનુભવ, પાંચ કલાકે...

PC: twitter.com

પ્રવાસીઓને યાત્રા દરમિયાન કડવો અનુભવ થતો રહે છે, એ પછી ટ્રેન હોય બસ હોય કે પછી ફ્લાઇટ કેમ ના હોય. અમદાવાદ એરપોર્ટ પર પણ લોકોને કડવો અનુભવ થયો હતો, જેનો કિસ્સો યાત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વાત એવી છે કે, ઈન્ડિગો એરલાઇન્સની જયપુર જનારી ફ્લાઈટમાં યાત્રીકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક તો આ ફ્લાઇટ લેટ હતી અને તેમાં પણ તેમને કોઈ સુવિધા પૂરી પાડવામાં નહોતી આવી.

સવારે 6.35 કલાકે અમદાવાદથી જયપુર જનારી ફ્લાઇટ માટે સમય પર જ ચેકઇન અને સુરક્ષા તપાસ બાદ પ્રવાસીઓને પ્લેનમાં બેસાડી દેવામાં આવ્યા હતા, પરંતુ જયપુરમાં ખરાબ મૌસમ અને વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ફ્લાઇટને ટેકઓફ નહોતી કરવામાં આવી રહી. પ્રવાસીઓએ પણ ઘણો સમય સુધી રાહ જોઈ હતી. ફ્લાઇટમાં ક્રૂ ટીમ પણ 15-15 નો સમય આપી રહી હતી, પરંતુ છેવટે પ્રવાસીઓ કંટાળી ગયા હતા અને ગુસ્સે થઈ ગયા હતા.

એક જ જગ્યાએ ફ્લાઇટમાં પ્રવાસીઓ અઢી કલાક સુધી બેસ્યા હતા, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી, ત્યારે જઈને ઈન્ડિગોને પ્રવાસીઓને ચિંતા થઈ અને બધા પ્રવાસીઓને ફરી પાછા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ વાત અહીં નહોતી અટકી, પ્રવાસીઓને પ્લેનમાંથી ઉતારીને ફરી ટર્મિનલ પર તો લઈ જવામાં આવ્યા, પરંતુ ફરી પાછું તેમની પાસે બીજીવાર સિક્યોરિટી ચેક કરાવવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે ગેટ બંધ થવાની સુચનાએ પ્રવાસીઓની મુશ્કેલી વધારી દીધી. આ કલાકોની મગજમારીમાં ઈન્ડિગોએ પાંચ કલાક બાદ પ્રવાસીઓને છેવટે નાસ્તો-ચા આપી હતી.

6.35 કલાકે ઉપડનારી ફ્લાઇટ આખરે 11.25 કલાકે રવાના થઈ હતી અને 8.15ની જગ્યાએ 12.48 કલાકે જયપુર પહોંચી હતી. આ બધા વચ્ચે સવાલ એ ઉભા થાય છે કે, મૌસમ ખરાબ હતું તો પછી પ્રવાસીઓનું બોર્ડિંગ કેમ કરાવવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp