ગુજરાતની 5 પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, 4 કોંગ્રેસ છોડી આવેલા

PC: india.com

ગુજરાતમાં ખાલી પડેલી 5 વિધાનસબા બેઠકો પર 7 મેના દિવસે લોકસભાની સાથે ચૂંટણી થવાની છે અને હવે ભાજપે આ પાંચેય બેઠકોના ઉમેદવારોના નામ જાહેરકરી દીધા છે. પોરબંદર પરથી અર્જૂન મોઢવાડિયા, વીજાપુરથી સી. જે. ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડીયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા.

અર્જૂન મોઢવાડિયા, સી જે ચાવડા, ચિરાગ પટેલ અને અરવિંગ લાડાણી કોંગ્રેસની ટિકિટ પરથી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી જીત્યા હતા, પરંતુ તાજેતરમાં ચારેય કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા હતા. ભાજપે દરેકને તેમની જ બેઠક પરથી ફરી ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે વાઘોડીયાની બેઠક પરથી ધર્મેન્દ્ર સિંહ વાઘેલા અપક્ષ જીત્યા હતા અને તાજેતરમાં ભાજપમાં જોડાઇ ગયા હતા. ભાજપે તેમને વાઘોડીયાથી ટિકિટ આપી છે.

આમ તો ગુજરાતની 6 બેઠકો ખાલી છે, પરંતુ વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ ગયા હતા, કોર્ટમાં કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp