હાઇકમાન્ડે ગુજરાતના સુપર CM બનતા નેતાઓને ચેતવણી આપી,ભૂપેન્દ્ર પટેલને હાઇલાઇટ કરો

PC: abplive.com

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કદ વધતું જોવા મળી રહ્યું છે. તેમના દિલ્હીના આંટાફેરા વધી ગયા છે અને અમિત શાહની ગુજરાતની મુલાકાત પછી ઘણી બધી બાબતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે.જાણવા મળેલી વિગત મુજબ ભાજપ હાઇકમાન્ડે ગુજરાતમાં સુપર CM બનીને ફરતા નેતાઓને ઔકાતમાં રહેવાની ચેતવણી આપી છે અને ભૂપેન્દ્ર પટેલને હાઇલાઇટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુ અને મક્કમ મુખ્યંત્રી તરીકેની એક ટેગલાઇન બની ગઇ છે.જયારે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું તે વખતે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાની જાહેરાતથી ઘણા લોકોને આંચકો લાગ્યો હતો. એ પછી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 156 બેઠકો મેળવ્યા પછી પટેલને ફરી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ તેમણે સારી કામીગરી અને સરળ વ્યવહારને કારણે લોકોના દીલ જીતી લીધા.

જે લોકો એવું માનતા હતા કે ભૂપેન્દ્ર પટેલ કઇ ન કરી શકે એ બધા ખોટા ઠર્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ દિલ્હી હાઇકમાન્ડે ગુજરાતના નેતાઓને સ્પષ્ટ સુચના આપી છે કે લોકસભા પહેલા ભૂપેન્દ્ર પટેલ (દાદા)ને હાઇલાઇટ કરો. છેલ્લાં ઘણા સમયથી સરકારી પ્રેસનોટમાં મંત્રીઓના નામો ઘટી રહ્યા છે અને મુખ્યમંત્રીને જ સીધો જશ આપવામાં આવી રહ્યો છે.

સરકારી તંત્ર અને ભાજપ સંગઠન સતત ભૂપેન્દ્ર પટેલની નિટ એન્ડ ક્લિન ઇમેજને ચમકાવવામાં લાગી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકદમ સરળ સ્વભાવના હોવાને કારણે કેટલાંક નેતાઓ પોતાને સુપર CM સમજવા માંડ્યા હતા, પરંતુ ભાજપ હાઇકમાન્ડે તેમની પાંખો કાપી નાંખી છે.

હમણાં છેલ્લાં કેટલાંક સમયના ડેવલપમેન્ટ પર જો નજર નાંખીએ તો ખ્યાલ આવશે કે ભૂપેન્દ્ર પટેલને અનેક વખત દિલ્હીથી તેડાં આવ્યા છે અને તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત પછી ચિત્ર બદલાયું છે. મુખ્યમંત્રીની ચોખ્ખી છબિને ધ્યાનમાં રાખીને તેમનું મહત્ત્વ વધારવામાં આવી રહ્યું છે.

રાજકારણનો જાણકારોના કહેવા મુજબ પહેલાં મોટાભાગના નિર્ણયો કમલમ અથવા સી આર પાટીલના બંગલામાંથી લેવાતા હતા, હવે ભૂપેન્દ્ર પટેલ જાતે જ બધું કરી રહ્યા છે. એક સમયે IAS- IPS અધિકારીઓ દાદાને હળવેશથી લેતા હતા, પરંતુ હવે દાદાને ગંભીરતાથી લેવા માંડ્યા છે.

દાદા ઓછું બોલે છે, પરંતુ તેમને હવે કોને કદ પ્રમાણે વેતરવા તે આવડી ગયું છે. ભૂપેન્દ્ર પટેલ હવે હસતા હસતા પણ અધિકારીઓને ઘણું બધું કહી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp