ચૂંટણી પહેલા ગુજરાતમાં ગરમી વધવાને કારણે ભાજપ ટેન્શનમાં, બનાવી રણનીતિ

PC: ndtv.com

લોકસભા 2024ની ચૂંટણીના પહેલા તબક્કામાં 65 ટકા મતદાન થયું, જેમાં ગરમીની અસર વર્તાઇ હતી. હવે 7 મે 2024ના દિવસે ગુજરાતમા મતદાન છે ત્યારે ગરમીને કારણે ભાજપ ટેન્શનમાં આવી ગયું છે અને મતદાન વધારવા માટે રણનીતિ બનાવી છે.ચૂંટણી પંચે પણ તાપમાનના પારા પર નજર રાખવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે.

ભાજપે ગુજરાતમાં 70 ટકા જેટલું મતદાન થાય તેના માટે રણનીતિ બનાવી છે. સવારે 7થી 10-30 વાગ્યા સુધીમાં 35 ટકા, બપોરે 12થી 2-30 વાગ્યા સુધીમાં 10 ટકા અને બપોરે 3થી 6 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન કરાવવા માટે કાર્યકરો અને બુથ પ્રમુખોને સુચના આપવામા આવી છે. 4.36 કરોડ મતદારો મત આપે તો 70 ટકા મતદાન થાય.

ગુજરાતમાં કુલ 52000 બુથ હશે અને એક બુથ પર 1200 મતદારો મત આપે છે. એક મત આપતા 30 સેક્ન્ડ થાય એ દ્રષ્ટ્રિએ સવારના પહેલા 3.30 કલાકમાં 420 મત પડવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp