રામ મંદિર માટે 11 કરોડ દાન આપનાર ગોવિંદભાઇને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

PC: facebook.com/srkgovinddholakia/photos

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે 4 નામો જાહેર કર્યા છે, જેમાંથી એક નામ ચોંકાવનારું છે. ભાજપે ગુજરાતમાંથી રાજયસભાના ઉમેદવાર તરીકે જે. પી. નડ્ડા, મંયક નાયક, જશવંત સિંહ પરમાર અને ગોવિંદભાઇ ધોળકીયાના નામની જાહેરાત કરી છે.

ગોવિંદભાઇ ધોળકીયા ડાયમંડ કિંગ તરીકે જાણીતા છે અને તમની કંપની શ્રીરામક્રિષ્ણા એક્સ્પોર્ટસ જે દુનિયાભરમાં SRKના નામથી જાણીતી છે. ગોવિંદભાઇ ધોળકિયાએ સુરતમાં નાના પાયા પર ડાયમંડ ઉદ્યોગની શરૂઆત કરી હતી અને તેમની હરિપરા વિસ્તારમાં 2 ઘંટી ચાલતી હતી. એ પછી તેમણે સફળતાની એવી દોડ લગાવી કે આજે તેમણે વસ્તાદેવડી રોડ પર SRK એમ્પાયર ઉભું કરી દીધું છે અને તેમની કંપની વર્ષે દિવસે 15,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે.

ગોવિંદભાઇ ધોળકીયાની સુરત ઉપરાંત, મુંબઇ, એન્ટવર્પ, અમેરિકા સહિત અનેક દેશોમાં ઓફિસ આવેલી છે. ગોવિંદભાઇને લોકો ‘ગોવિંદકાકા’ અથવા ‘ગોવિંદ ભગત’ તરીકે ઓળખે છે. બિઝનેસમાં તો તેમણે ઉંચાઇ હાંસલ કરેલી જ છે, પરંતુ સાથે સાથે દાનની સરવાણી વહેવડાવવામાં પણ ગોવિંદભાઇ આગળ છે. તેમણે ઉદાર હાથે સુરતને અનેક પ્રોજેક્ટ માટે દાન આપ્યા છે. સુરતનો CCTV પ્રોજેક્ટ હોય, કિરણ હોસ્પિટલ હોય કે યુનિવર્સિટીમાં SRK નોલેજ ફાઉન્ડેશન હોય તેમણે કરોડો રૂપિયાના દાન આપ્યા છે.

તાજેતરમાં અયોધ્યા રામ મંદિર માટે ગોવિંદ ધોળકીયાએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તેમણે ડાંગ જિલ્લામાં 311 હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ લીધો છે, જેમાંથી 14 હનુમાન મંદિરના લોકાપર્ણ થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp