ગોવિંદ પટેલની ગુરુવાણી: સિંગતેલથી હાર્ટએટેક આવતો નથી

PC: sanjsamachar.net

મગફળીનું તેલ શરીરના બાંઘા માટે ઉત્તમ અને અકસીર હોવાનો દાવો ભાજપના એક ધારાસભ્યએ કર્યો છે અને કહ્યું છે કે અન્ય તેલોની બિક્રી કરવા માટે મગફળી ખાવાથી નુકશાન થાય છે તેવું કહેવામાં આવે છે તેથી ખેડૂતો મગફળીની જગ્યાએ કપાસનું વાવેતર કરે છે પરંતુ તે વાત સત્યથી વેગળી છે.

ગુજરાત વિધાનસભામાં કૃષિ વિષયકની ચર્ચામાં ભાગ લેતાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ કહે છે કે ખેડૂતો મગફળી ઉગાડે છે પરંતુ અન્ય તેલિબિયાંનો વપરાશ વધારવા માટે એક ભ્રમ ફેલાવવામાં આવે છે કે સિંગતેલ ખાવાથી હૃદયરોગ થાય છે પરંતુ તે માત્ર ભ્રામક વાતો છે.

હું ધારાસભ્ય પછી પહેલાં ખેડૂત છું તેવું કહી ગોવિંદ પટેલે કહ્યું હતું કે સૌરાષ્ટ્રનો મૂળભૂત પાક મગફળી છે. એક સમય હતો જ્યારે ખેડૂતો કપાસના સ્થાને મગફળી ઉગાડતા હતા. આજે પાક પેટર્ન બદલાઇ છે. મગફળી એ ખેડૂતો માટે કાચું સોનું છે.

મગફળી સામે અપપ્રચાર ચાલી રહ્યો છે અને કહેવામાં આવે છે કે હાર્ટ એટેકનું પ્રમાણ વધે છે જેના કારણે વપરાશ ઘટ્યો છે. આ મગફળીમાં હવે ભેળસેળનું પ્રમાણ વધ્યું છે. પામતેલમાં એસેન્સ મિક્સ કરીને વેચાણ થાય છે અને સિંગતેલના નામે વેચાય છે, જેની સામે નિયંત્રણ મૂકવા જરૂરી છે.

વિશ્વના અનેક ડોક્ટરો અને વૈજ્ઞાનિકો કહે છે કે સિંગતેલ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે અને હાર્ટએટેક થતો નથી. સિંગતેલનો જો દુરપયોગ થાય તો આરોગ્ય સામે જોખમ વધતું હોય છે જેમ કે સિંગતેલમાં ભજીયા તળવામાં આવે છે. જો આ ભજીયા એક સમયના તેલમાં વારંવાર એટલે કે પાંચ થી સાત વાર તળવામાં આવે તો છેલ્લી વાર તળેલા ભજીયાં નુકશાન કરે છે.

ગોવિંદ પટેલે કહ્યું હતું કે ખાવામાં કાચું સિંગતેલ જેટલું કોઇ તેલ ઉત્તમ નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp