ભાજપે ગુજરાતમાં કોગ્રેસના બીજા ધારાસભ્યને તોડી પાડ્યા, હવે 15 રહ્યા

PC: twitter.com

કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે વિજાપુરની પેટા ચૂંટણીમાં ભાજપની ટિકીટ પર ફરી ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડશે. આ પહેલા કોંગ્રેસના ખંભાતના ધારાસભભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામું આપી દીધું છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી, તેમાંથી બે ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા હવે કોંગ્રેસ પાસે 15 જ ધારાસભ્યો બચ્યા છે.

સી. જે. ચાવડાએ રાજીનામું આપ્યા પછી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, મને કોંગ્રેસ નેતાઓ સામે કોઇ વાંધો નથી, પરંતુ કોંગ્રેસના સલાહકારો જે નિવેદનો આપી રહ્યા છે તેને કારણે પાર્ટીને મોટું નુકશાન થઇ રહ્યું છે. તેમણે કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ નેતા છે એટલે ભાજપમાં જોડાઇ રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp