ચૂંટણી પરિણામોને લઈને રાજસ્થાનના સહ-પ્રભારી નીતિન પટેલે આપ્યું નિવેદન

PC: indianexpress.com

આજે મધ્ય પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને છત્તીસગઢમાં મતગણતરી ચાલી રહી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ લીડ હાંસલ કરતી અને જીત તરફ વધતી નજરે પડી રહી છે. રાજસ્થાનમાં ભાજપ સત્તા બનાવવા તરફ આગળ વધી રહી છે ત્યારે રાજસ્થાનના સહ-પ્રભારી અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજસ્થાનના પરિણામોને લઈને નિવેદન આપ્યું છે. ચાલો તો જોઈએ કે તેમણે રાજસ્થાનની ચૂંટણીને લઈને શું કહ્યું.

રાજસ્થાનના સહ-પ્રભારી રહેલા નીતિન પટેલે કહ્યું કે, આજે ખુશી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના નેતૃત્વમાં જે પ્રકારે અમે ચૂંટણીની વ્યવસ્થા કરી. લોકોએ જે પ્રકારે કેન્દ્ર સરકાર, મોદી સરકારની યોજનાઓનો લાભ લીધો. એ જ પ્રકારે રાજસ્થાનમાં પણ ભારત સરકારની યોજનાઓનો હજુ વધારે લાભ લેવા અને રાજસ્થાનમાં સારી રીતે પ્રગતિ અને વિકાસ કરવા માટે, રાજસ્થાનમાં પણ કાયદાકીય વ્યવસ્થા સારી બનાવવા માટે.

નીતિન પટેલે આગળ કહ્યું કે રાજસ્થાનમાં પણ મંદિર હોય કે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય તેની સુરક્ષા માટે અને ગૌભક્તોની સુરક્ષા માટે, આપણી રાષ્ટ્રીય ભાવનાઓની સુરક્ષા માટે, કટ્ટરવાદી, દેશદ્રોહી, આતંકવાદી એવા તત્વો માફિયાઓને નસ્તનાબૂદ કરવા માટે અને અત્યાર સુધીની જે રાજસ્થાનની કોંગ્રેસની ભ્રષ્ટ સરકાર હતી, તેને કાઢવા માટે રાજસ્થાનની જનતાએ ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. મને ખુશી છે કે રાજસ્થાનના સહ-પ્રભારીના સંબંધે, રાજસ્થાનની જનતાએ, મતદાતાઓ, કાર્યકર્તાઓએ ભાજપની સરકાર બનાવી છે અને હવે ગુજરાતની જેમ જ રાજસ્થાનમાં પણ ડબલ એન્જિનની સરકાર કામ કરશે અને રાજસ્થાનનો સારી રીતે વિકાસ થશે. પ્રગતિ થશે અને દેશની વિકાસ યાત્રામાં રાજસ્થાન પણ સહયોગી હશે.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ભાજપ 112 સીટ પર આગળ ચાલી રહી છે, તો કોંગ્રેસ 71 સીટ પર છે, બહુજન સમાજ પાર્ટી (BSP), રાષ્ટ્રીય લોક દળ, ભારત આદિવાસી પાર્ટી અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLTP) 2-2 રાષ્ટ્રીય લોક દળ (RLD) 1 જ્યારે અપક્ષના 10 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp