જસદણઃ ભાજપે બાળ અધિકારનો ભંગ કર્યો, બંદૂક આપી બાળકો પાસે કરાવ્યો પ્રચાર

PC: dainikbhaskar.com

જસદણમા ચૂંટણીના ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને અત્યારે જોરશોરથી જસદણમાં પ્રચાર કરી રહી છે.ભાજપે ચૂંટણીમાં મત મેળવવા માટે બાળકોને પણ પ્રચાર કરવા માટે બાકી નથી રાખ્યાં.નાના બાળકોને ગાડીમાં બેસાડીને તેમને લાલચ આપીને ભાજપના કાર્યકારો તેમને હાથમાં ભાજપનો ઝંડો આપીને પ્રચાર કરી રહ્યાં છે.તેમજ આટલું ઓછું પડતું હોય તેમ બાળકોને બંદૂક પણ આપી છે જે ખરેખર શરમજનક વાત કહેવાય.

એક હાથમાં ભાજપનો ઝંડો અને એક હાથમાં બાળકોને બંદૂક પકડાવી દીધી હતી. નાના ભૂલકાઓ રમકડાની બંદૂકને સાથે રાખીને પ્રચાર કરી રહ્યાં હતા. તેમજ પ્રચાર કરતી વખતે બાળકો 'જીતેગાં ભાઈ જીતેગા ભાજપ' ના નારા બાળકોએ લગાવ્યા હતા. જો કે ભાજપે બાળ અધિકારનો ભંગકર્યો છે. કેમ કે, બાળકોની પાસે પ્રચાર કરવામાં આવે તે પણ બાળ મજૂરી કહેવામાં આવે છે.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ પ્રમાણે પ્રચાર માટેના કોઈ પણ પ્રકારના કાર્યમાં બાળકોનો ઉપયોગ કરવો નહીં. તેમ જ પોસ્ટર્સ હોય કે ચૂંટણી પ્રચારના પેમ્ફલેટને આપવાનું કામ હોય કે સ્લોગન અને રેલી જેવા કાર્યો પણ સામેલ છે. તેમજ બાળકો પાસે ચૂંટણી પ્રચાર કરાવો તે પણ બાળ અધિકારનો ભંગ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્સ રાઈટ્સ ચેરપર્સન સ્તુતિ ક્કડે ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવાની બાબતમાં તમામ રાજકિય પક્ષોને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચારના કોઈ પણ કાર્ય બાળક પાસે કરાવું તે બાળ અધિકારનો ભંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp