ગુજરાતઃ PSY ગ્રુપના દરોડામાં 1 હજાર કરોડ રૂપિયાનું કાળુ નાણું પકડાયું, દાગીના...
આવકવેરા વિભાગે ગુજરાતના ગાંધીનગરમાં આવેલા જાણીતા રિઅલ એસ્ટેટ ગ્રુપ PSY પર 8 ફેબ્રુઆરીએ દરોડા પાડ્યા હતા. આવકવેરાની ટીમે સાગમટે 27 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જાણવા મળેલી વિગત મુજહ આ મેગા ઓપરેશવમાં આવકવેરા વિભાગે 1000 કરોડ રૂપિયાનું કાળું નાંણું ઝડપી પાડ્યું છે અને કરોડો રૂપિયાના દાગીના જપ્ત કર્યા છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં Psy કંપનીના ભાગીદારો બંકીમ જોશી અને નિલય દેસાઇ અને વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોના ઘર, ઓફિસો સહિત 27 સ્થળો પર આવકવેરા વિભાગના 100થી વધારે અધિકારીઓએ દરોડા પાડ્યા હતા.8 ફેબ્રુઆરીએ જ્યારે આવકવેરા વિભાગના દરોડાની વાત સામે આવી ત્યારે બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
આવકવેરા વિભાગને 15 લોકરમાંથી 2 કરોડ રૂપિયાની રોકડ રકમ અને 5 કરોડના દાગીના મળી આવ્યા છે,જે અધિકારીઓએ જપ્ત કરી લીધા છે. ઉપરાંત અધિકારીઓને 1000 કરોડ રૂપિયાના બેનામી હિસાબોની પણ વિગત મળી છે. હજુ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને અધિકારીઓનું માનવું છે કે બ્લેકમનીની રકમનો આંકડો વધી શકે છે.
1990 માં ગાંધીનગરમાં સ્થપાયેલ, PSY ગ્રુપ ગુજરાતના રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપમાં એક મુખ્ય પ્લેયર માનવમાં આવે છે. કંપની સમગ્ર રાજ્યમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સનો સમાવેશ કરતા વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવે છે. પરંતુ આવકેવેરાની અડફેટે આવી ગઇ છે અને 1000 કરોડનું કાળું નાણું આવકવેરા અધિકારીઓએ પકડી પાડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp