ગાંધીનગરની બેઠક પર બોલિવુડ અભિનેતા રાજેશ ખન્ના પણ ચૂંટણી લડી ગયા છે
ગાંધીનગરની બેઠક પર ભાજપે આ વખતે અમિત શાહને ફરી રિપીટ કરેલા છે અને કોંગ્રેસે સોનલ પટેલને અમિત શાહની સામે મેદાનમાં ઉતારેલા છે. ગાંધીનગરની બેઠક એવી છે જેની પર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, શંકરસિંહ વાઘેલા ભાજપમાંથી ચૂંટણી લડેલા છે.
છેલ્લાં 35 વર્ષથી ગાંધીનગરની બેઠક પર ભાજપનો કબ્જો છે અને કોંગ્રેસે 10 ઉમેદવારોને ઉતાર્યા છે પણ બધા નિષ્ફળ નિવડ્યા છે. 1996માં એક ઇન્ટરેસ્ટીંગ ચૂંટણી થઇ હતી.
1996માં અટલ બિહારી વાજપેયી બે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, એક લખનૌ અને બીજી ગાંધીનગર. વાજપેયી બંને બેઠક પરથી ચૂંટણી જીતી ગયા અને તેમણે ગાંધીનગરની બેઠક ખાલી કરી દીધી હતી. તે વખતે પેટા ચૂંટણી થઇ અને કોંગ્રેસ બોલિવુડના સુપર સ્ટાર દિવગંત રાજેશ ખન્નાને મેદાનમાં ઉતારેલો તો ભાજપે એડવોકેટ વિજય પટેલને ટિકિટ આપેલી.
રાજેશ ખન્ના ગાંધીનગર પ્રચાર માટે આવતા ત્યારે તેમના પત્ની ડીમ્પલ કાપડીયા અને પુત્રી ટ્વિન્કલ ખન્ના પણ સાથે રહેતી. અભિનેતાને જોવા માટે લોકોની પડાપડી થતી હતી. જો કે ખન્ના ચૂંટણી જીતી શક્યા નહોતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp