26th January selfie contest

મિલકત મેળવવા માટે સગા ભાઈએ બહેન પર કર્યો ચપ્પુ વડે હુમલો

PC: livelaw.in

કળીયુગમાં પૈસા અને મિલકતના કારણે લોહીના સંબધો પણ પારકા થઇ જાય છે. પૈસાના કારણે ઘણીવાર એવા પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે કે, સગાભાઈ દ્વારા સગાભાઈની હત્યા કરી દેવામાં આવી હોય. ત્યારે આવો જ કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે કે, જ્યાં મિલકત માટે સગા ભાઈએ પોતાની બહેન પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત બહેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

એક રીપોર્ટ અનુસાર, મહેસાણાના વિસનગર રોડ પર આવેલી ન્યુ અંબિકા સોસાયટીમાં રાજન કરમશીએ તેના ઘરની નજીક રહેતી પરિણીત બહેન અને અન્ય ભાઈ સાથે મિલકતને લઇને વિવાદ ચાલતો હતો. આ વિવાદને લઇ ગઈકાલે એટલે કે, મંગળવારના રોજ રાજન કરમશીએ મિલકતને લઇ બહેનના ઘરની બહાર બોલાચાલી કરી હતી. બોલાચાલી દરમિયાન રાજન કરમશીએ ઉગ્ર થઇ જઈ તેણે પોતાના ખિસ્સામાંથી છરી કાઢીને બહેન પર હુમલો કર્યો હતો. જોતજોતામાં રાજને સાતથી આઠ ચપ્પુના ઘા બહેનની મારી દીધા હતા. ઘાયલ થયેલી બહેનને તાત્કાલિક તેના પરિવારજનોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને અલકા અને તેના પરિવારજનોની ફરિયાદનાં આધારે રાજન સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત અલકાની ભત્રીજી સ્નેહાએ જણાવ્યું હતું કે, મારા દાદાએ આપેલું મકાન ખાલી કરાવવા માટે મારા કાકા અવાર-નવાર દાદા અને ફોઈને મારી નાખવાની ધમકી આપતા હતા. ફોઈના નામે મકાન હોવાના કારણે તેમણે ખાલી ન કરતા કાકાએ છરી મારી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp