જ્ઞાન સહાયક યોજનાની ભરતી રદ કરો નહીં તો... વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ચિમકી

PC: gstv.in

જ્ઞાન સહાયક આંદોલનમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાના નિવેદનથી વિરોધ કરનારા યુવાનોમાં જોમ આવી ગયું છે અને રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો છે.

ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી જ્ઞાન સહાયક યોજના હેઠળ ભરતીનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. આ યોજનામાં TAT-TET પાસે ઉમેદવારોની જ્ઞાન સહાયક યોજના હેઠળ ભરતી કરવાની છે. રાજ્યભરમાં ઉમેદવારો તથા સંગઠન વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોના સમર્થનમાં કોંગેસ દ્વારા જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા 'શિક્ષણ બચાવો' ધરણા પ્રદર્શન કરાયું હતું. જેમાં AAP અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ચિમકી આપી હતી કે જ્ઞાન સહાયક હેઠળ ભરતી રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.યુવરાજ સિંહે કહ્યુ કે, જો સરકાર જ્ઞાન સહાયક હેઠળની ભરતી રદ નહીં કરશે તો અમે અસહકાર આંદાલન ચલાવીશું અને કરો યા મરો આંદોલન પણ કરીશું.

છેલ્લાં ઘણા સમયથી વિદ્યાર્થીઓ માટે આંદોલન કરતા યુવરાજ સિંહ જાડેજાએ ક્હયું હતું. જ્ઞાન સહાયક યોજનામાં કરાર આધારિત ભરતી કરવામાં આવશે. જ્ઞાન સહાયક યોજનાથી શિક્ષક નહીં પરંતુ માત્ર સહાયક જ મળશે માટે અમારી માગ છે કે, જ્ઞાન સહાયક નહીં પરંતુ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.

યુવરાજ સિંહે કહ્યું કે આ પહેલાં જ્યારે અમે આંદોલન કરતા હતા ત્યારે પોલીસ અમારી ધરપકડ કરી લેતી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે મંજૂરી લઇને આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસના આ ધરણામાં જુદા જુદા જિલ્લામાંથી આવેલા શિક્ષિત બેરોજગાર યુવાનો પણ જોડાયા છે.

યુવરાજ સિંહે એક મીડિયા સાથેની વાતમાં ચિમકી આપતા કહ્યુ હતું કે જો સરકાર જ્ઞાન સહાયક હેઠળની ભરતી રદ નહીં કરશે તો આંદોલને વેગવુંત બનાવવામાં આવશે, અસહકાર આંદોલન કરવામાં આવશે અને અમે કરો યા મરો આંદોલન કરીને પણ સરકાર પાસે આ રદ કરાવીને રહીશું.

યુવરાજ સિંહે સરકાર સામે નિશાન સાધીને કહ્યું હતુ કો, 156+ 3 બેઠકો જીતનારી સરકારને હવે ડર લાગે છે, કારણકે સામે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં અનેક આંદોલનોના પરિણામ મળ્યા છે. જાડેજાએ કહ્યું કે લોકસભા 2024ની ચૂંટણીમાં અમે આ મુદ્દો પણ ઉઠાવીશું.

યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે સરકારને બધી ખબર છે, પરંતુ સરકારે સાંભળનું નથી, અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 1 લાખ પોસ્ટકાર્ડ મોકલ્યા છે, જેમાંથી માત્ર 1 જવાબ આપ્યો છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp